દિલ્હી ઉપરાજ્યપાલને સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ AAP રસ્તા પર ઉતરી, LG ના રાજીનામાની માંગ

આમ આદમી પાર્ટીએ પોતાના ઓફિશિયલ એકાઉન્ટ પરથી પ્રહારો કરતા લખ્યુ કે, દેશના ઈતિહાસમાં પહેલીવાર બંધારણીય પદ પર બેઠેલી વ્યક્તિ કોર્ટમાં ગેરબંધારણીય નિર્ણયની માંગ કરી રહી હતી.

નવી દિલ્હી : દિલ્હી એમસીડી ચૂંટણી બાદ હજુ મેયરથી ચૂંટણી થઈ શકી નથી ત્યારે હાલમાં જ સુપ્રીમ કોર્ટે એલજીને ફટકાર લગાવતા વહેલી તકે ચૂંટણી યોજવા કહ્યું હતું. બંધારણીય હોદ્દા પર રહીને રાજનીતિમાં સતત દખલ દઈ રહેલા દિલ્હી રાજ્યપાલના વિરૂદ્ધમાં હવે આમ આદમી પાર્ટી રસ્તા પર ઉતરી છે અને રાજીનામાંની માંગ કરી છે.

Aam Aadmi Party

સુપ્રીમ કોર્ટે લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરની ચૂંટણી માટે 24 કલાકમાં નોટીફિકેશ જારી કરવા આદેશ કર્યો હતો. હવે એમસીડીની ચૂંટણી 22 ફેબ્રુઆરીએ યોજાશે. આ આદેશ બાદ આમ આદમી પાર્ટીએ ભાજપ અને એલજી વિનય સક્સેના પર જોરદાર પ્રહારો કર્યા છે. ગંભીર આરોપ લગાવતા આમ આદમી પાર્ટીએ કહ્યું કે, દેશના ઈતિહાસમાં પહેલીવાર બંધારણીય પદ પર બેઠેલી વ્યક્તિ કોર્ટમાં ગેરબંધારણીય નિર્ણયની માંગ કરી રહી હતી.

આમ આદમી પાર્ટીએ પોતાના ઓફિશિયલ એકાઉન્ટ પરથી પ્રહારો કરતા લખ્યુ કે, દેશના ઈતિહાસમાં પહેલીવાર બંધારણીય પદ પર બેઠેલી વ્યક્તિ કોર્ટમાં ગેરબંધારણીય નિર્ણયની માંગ કરી રહી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ એલજી વિનય સક્સેનાને આ બંધારણીય પદ પર બેસવાનો કોઈ અધિકાર નથી.

સુપ્રીમ કોર્ટે આ ચુકાદો શૈલી ઓબેરોય અને અન્ય વિરુદ્ધ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર અને અન્યના કેસમાં સંભળાવ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ અને ન્યાયમૂર્તિ પીએસ નરસિમ્હા અને જેબી પારડીવાલાની ખંડપીઠે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા એમસીડીમાં નામાંકિત કરાયેલા સભ્યો મેયરને ચૂંટવા માટે મતદાન અથવા મતદાનમાં ભાગ લઈ શકતા નથી.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, મેયર પદ માટે ચૂંટણી MCDની પ્રથમ બેઠકમાં કરવામાં આવે. નામાંકિત સભ્યોને તે બેઠકમાં મત આપવાનો અધિકાર નથી. મેયર ચૂંટાયા પછી તે ડેપ્યુટી મેયરની ચૂંટણી માટે પ્રિસાઇડિંગ ઓફિસર હશે. મેયરની ચૂંટણી માટેની સૂચના અને MCDની પ્રથમ બેઠકના 24 કલાકની અંદર જારી કરવામાં આવશે. મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની ચૂંટણી કઈ તારીખે યોજાશે તે નોટિસ નક્કી કરશે. એલ્ડરમેન ચૂંટણીમાં મતદાન કર શકશે નહીં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X