આમ આદમી પાર્ટીને નેતા વિરૂદ્ધ ઈડીની વધુ એક કાર્યવાહી, આપ MLA અમાનતુલ્લા ખાનની ધરપકડ
આમ આદમી પાર્ટીના નેતા અમાનતુલ્લા ખાનની ઈડીએ ધરપકડ કરી છે. આ ધરપકડ 9 કલાકની પુછપરછ બાદ કરવામાં આવી છે.
વક્ફ બોર્ડ નિમણૂક કૌભાંડમાં પીએમએલએ હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગુરુવારે ધારાસભ્ય અમાનતુલ્લા ખાન પૂછપરછ માટે ED સમક્ષ હાજર થયા હતા.

આમ આદમી પાર્ટીના નેતા અને ઓખલાના ધારાસભ્ય અમાનતુલ્લા ખાન પર દિલ્હી વક્ફ બોર્ડના અધ્યક્ષ તરીકે 32 લોકોની ગેરકાયદે ભરતી કરવાનો આરોપ છે. આ સાથે તેણે દિલ્હી વક્ફ બોર્ડની ઘણી મિલકતો ગેરકાયદેસર રીતે ભાડે આપી છે.
આરોપ છે કે તેણે દિલ્હી વક્ફ બોર્ડના ફંડનો દુરુપયોગ કર્યો છે. દિલ્હી વક્ફ બોર્ડના તત્કાલિન સીઈઓએ આવી ગેરકાયદેસર ભરતી વિરુદ્ધ નિવેદન બહાર પાડ્યું હતું.
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનની ધરપકડ બાદ પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહ અને દિલ્હી સરકારના મંત્રી આતિશી તેમના ઘરે જઈ રહ્યા છે.
રાજ્યસભા સાંસદ સંજય સિંહે X પર લખ્યું કે, મોદી સરકાર સંપૂર્ણ રીતે ઓપરેશન લોટસમાં વ્યસ્ત છે. નકલી કેસ બનાવીને મંત્રીઓ અને ધારાસભ્યોની ધરપકડ કરવામાં આવી રહી છે. અમાનતુલ્લા ખાન પર પાયાવિહોણો કેસ કરવામાં આવ્યો છે. જલ્દી જ સરમુખત્યારશાહીનો અંત થશે.
આ કેસમાં એન્ટી કરપ્શન બ્યુરોએ સપ્ટેમ્બર 2022માં અમાનતુલ્લા ખાનની પૂછપરછ કરી હતી. તેના આધારે ACBએ ચાર સ્થળોએ દરોડા પાડ્યા હતા, જ્યાંથી લગભગ 24 લાખ રૂપિયાની રોકડ મળી આવી હતી.
આ ઉપરાંત બે ગેરકાયદેસર અને લાઇસન્સ વગરની પિસ્તોલ, કારતૂસ અને દારૂગોળો પણ મળી આવ્યો હતો.












Click it and Unblock the Notifications
