સાંસદ રાઘવ ચડ્ડાનું સસ્પેન્શન 115 દિવસ પછી પરત ખેંચાયું
આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચડ્ડાને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જે બાદ સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર સ્પેન્સન પરત લેવામાં આવ્યા છે. રાજ્યસભા અધ્યક્ષ જગદીપ ધનખડે 11 ઓગસ્ટના આદેશ પરત લેતા સમયે રાજ્યસભામાં તેમના પ્રવેશને માન્ય રાખી હતી.
આના પર AAP નેતા અને રાજ્યસભા સાંસદ રાઘવ ચડ્ડાએ સુપ્રીમ કોર્ટ અને અધ્યક્ષ જગદીપ ધનખડનો આભાર માન્યો છે. AAP નેતા ચડ્ડાએ આના પર ખુશી વ્યક્ત કરી હતી અને સુપ્રીમ કોર્ટની પ્રશંસા કરી હતી. રાઘવ ચડ્ડાએ જણાવ્યું હતું કે, હું કોર્ટનો આભારી છું કે, તેમણે આ બાબતને ધ્યાનમાં લીધી છે.

સંસદમાં સોમવારથી શિયાળુ સત્ર શરૂ થયું હતું. આ રાજ્યસભામાં ચડ્ડાનું સસ્પેન્શન પાછું ખેંચવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. આ મામલે આજે રાજ્યસભાની વિશેષાધિકાર સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠક બાદ રાજ્યસભાના અધ્યક્ષે ચડ્ડાનું સભ્યપદ પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય લીધો હતો. રાજ્યસભા અધ્યક્ષના નિર્ણય પર આમ આદમી પાર્ટી સહિત ઘણા નેતાઓએ ખુશી વ્યક્ત કરી છે.
સસ્પેન્શન પુનઃસ્થાપિત કરવા પર, રાઘવ ચડ્ડાએ જણાવ્યું હતું કે, મને 11 ઓગસ્ટના રોજ રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. હું મારું સસ્પેન્શન પાછું ખેંચવા માટે સુપ્રીમ કોર્ટમાં ગયો હતો. સુપ્રીમ કોર્ટે તેની નોંધ લીધી અને હવે 115 દિવસ પછી, મારું સસ્પેન્શન પાછી ખેંચી લેવામાં આવી છે. મને ખુશી છે કે, મારું સસ્પેન્શન રદ કરવામાં આવ્યું છે, અને હું સુપ્રીમ કોર્ટ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરનો આભાર માનું છું.
રાઘવ ચઢ્ઢાને કેમ સસ્પેન્ડ કરવામાં આવ્યા? - ચઢ્ઢાના સસ્પેન્શનનો પ્રસ્તાવ બીજેપી સાંસદ પીયૂષ ગોયલે રજૂ કર્યો હતો. વાસ્તવમાં, આ વર્ષે દિલ્હી સેવા બિલ સંબંધિત પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન, તેમના પર પાંચ સાંસદોની નકલી સહી કરવાનો આરોપ લાગ્યો હતો. આ યાદીમાં રાઘવ ચડ્ઢાનું નામ પણ સામેલ હતું. આ કેસમાં સંડોવણીના આરોપમાં તેમને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ કેસમાં તપાસ પૂરી ન થાય, ત્યાં સુધી સસ્પેન્શનનો આદેશ હતો.












Click it and Unblock the Notifications
