'આરોપ લગાવવાના બદલે કામ કરે આમ આદમી પાર્ટી'- ષડયંત્ર મુદ્દે ભાજપનો પલટવાર
યમુના નદીનું જળસ્તર વધવાથી દિલ્હીના કેટલાય વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા છે. જેના કારણે દિલ્હી વાસીઓએ પૂર જેવી સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ લોકો શહેરમાં વહી રહેલા પાણીથી પરેશાન છે. ત્યારે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે રાજકીય ઘમાસાણ ચાલુ છે.
જણાવી દઈએ કે બંને પાર્ટીઓ એક બીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવી રહી છે. આમ આદમી પાર્ટીની સરકારે દિલ્હી પૂરના મુદ્દે કેન્દ્ર સરકાર અને એલજીને ઘેર્યા હતા. હવે આ મુદ્દાને લઇ ભાજપે આમ આદમી પાર્ટી પર પલટવાર કર્યો છે.

ભાજપે કહ્યું કે તમે કામ કરવાને બદલે અત્યારે આરોપ લગાવી રહ્યા છો, એ પણ એવા સમયે જ્યારે કેન્દ્ર, એલટી અને ટીમો સેવામાં લાગેલી છે. આની સાથે જ ભાજપે આમ આદમી પાર્ટીને સલાહ આપતા કહ્યું કે આરોપો લગાવવાના બદલે કામ કરો. આની સાથે જ ભાજપે કહ્યું કે AAP સરકાર માત્ર દોષનો આરોપ લગાવી રહી છે. તેમના મંત્રીઓ એનડીઆરએફને પણ નથી છોડતા.
અગાઉ આપ સરકાર ભારતીય જનતા પાર્ટીને દિલ્હી પૂર મામલે ઘેરી ચૂકી છે. દિલ્હીમાં પૂરના વધતા ખતરા વચ્ચે ઉપરાજ્યપાલ વીકે સક્સેના અને દિલ્હી સરકારના મંત્રીઓ વચ્ચે વાક્પ્રહારો જોવા મળ્યા.
યમુના પહર એક ડ્રેન રેગ્યુલેટર ફેલ થયા બાદ આઈટીઓ પર યમુનાનું પાણી ઘૂસી આવ્યું. જેનાથી ટ્રાફિક જામ થઇ ગયો. જેને લઇ શુક્રવારે એલજી વીકે સક્સેના અને દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજ વચ્ચે મીડિયા સામે જ માથાકુટ થઇ ગઇ હતી.












Click it and Unblock the Notifications
