For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Haryana Election Results 2019: આમ આદમી પાર્ટીએ પણ 45 ઉમેદવાર ઉતાર્યા હતા, જાણો શું હાલ થયો

Haryana Election Results 2019: આમ આદમી પાર્ટીએ પણ 45 ઉમેદવાર ઉતાર્યા હતા, જાણો શું હાલ થયો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ હરિયાણામાં ચૂંટમી પરિણામ પહેલા તમામ એક્ઝિટ પોલના આંકડામાં કહેવામાં આવતું હતું કે ભારતીય જનતા પાર્ટીને અહીં પૂર્ણ બહુમત હાંસલ થશે, પરંતુ એક્ઝિટ પોલથી ઉલટું ત્રિશંકુ ટક્કર જોવા મળી. અહીં કોઈપણ દળને પૂર્ણ બહુમત હાંસલ થયું નથી. પરંતુ જેજેપી અહીં મહત્વનો રોલ નિભાવતું જોવા મળ્યું છે. પ્રદેશમાં કોંગ્રેસ-ભાજપ 35-35 સીટ પર જીત નોંધાવતી જોવા મળી રહી ચે જ્યારે જેજેપી 10 સીટ પર આગળ ચાલી રહી છે. આ હિસાબે કોઈપણ દળને પ્રદેશમાં પૂર્ણ બહુમતના આંકડા હાંસલ નથી થયા. પરંતુ આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીએ પણ હરિયાણાની ચૂંટણી મેદાનમાં દાવ ખેલ્યો હતો, પરંત આમ આદમી પાર્ટીને અહીં માત્ર નિરાશા જ સાંપડી છે.

અડધો ટકા વોટ પણ ન મળ્યા

અડધો ટકા વોટ પણ ન મળ્યા

હરિયાણામાં આમ આદમી પાર્ટી કોઈપણ સીટ પર આગળ નથી ચાલી રહી અને પ્રદેશમાં પોતાની ઉપસ્થિતિ નોંધાવવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ રહી છે. બપોરે ત્રણ વાગ્યાની વાત કરીએ તો ચૂંટણી પંચ મુજબ આમ આદમી પાર્ટીને 0.45 ટકા જ વોટ મળ્યા ચે. અગાઉ આમ આદમી પાર્ટીએ લોકસભા ચૂંટણીમાં પણ હરિયાણામાં પોતાનો હાથ અજમાવ્યો હતો, પરંતુ તે સમયે પણ તેમને નિરાશા હાથ લાગી હતી. દેશની રાજધાની દિલ્હીમાં જેવી રીતે આમ આદમી પાર્ટીએ પ્રચંડ જીત નોંધાવી તે બાદ પાર્ટીને હાલની લોકસભા ચૂંટણી બાદ આ વખતે હરિયાણાની વિધાનસભા ચૂંટણીમાં નિરાશા હાથ લાગી.

45 ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા હતા

45 ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા હતા

આમ આદમી પાર્ટી હરિયાણામાં પાછલા કેટલાય વર્ષોથી પોતાની શાખ જમાવવાની કોશિશમાં લાગી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું ગૃહ રાજ્ય હરિયાણા છે. આ વખતે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસની 90 વિધાનસભા સીટોમાંથી 45 સીટ પર પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા. પરંતુ કોઈપણ ઉમેદવારે સંઘર્ષ ન દેખાડ્યો. મહત્વની વાત છે કે ના તો મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ના તો કોઈ પણ દિગ્ગજ નેતામાં હરિયાણા ચૂંટણીને લઈ ઉત્સાહ ન દેખાયો.

2014માં ભાજપે બંપર જીત નોંધાવી

2014માં ભાજપે બંપર જીત નોંધાવી

જણાવી દઈએ કે 2014માં થયેલ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પહેલીવાર રાજ્યમાં બહુમત હાંસલ કર્યું હતું. ભાજપે દસ વર્ષથી સત્તા પર રહેલ કોંગ્રેસ સરકારને બહાર કરી દીધી હતી. 2014માં હરિયાણાની 90 સીટમાંથી 47 પર ભાજપને જીત મળી હતી, જ્યારે ઈન્ડિયન નેશનલ લોકદળને 19 અને કોંગ્રેસને 15 સીટ પર જીત મળી હતી. પાછલી વિધાનસભા ચૂંટણીમાં તમામ પાર્ટીઓના વોટિંગ પર્શન્ટેજ પર નજર નાખીએ તો સૌથી મોટી ભાજપનો વોટ શેર 33 ટકા રહ્યો હતો. પાર્ટીએ 47 સીટ પોતાના નામે કરી હતી અને સત્તા સંભાળી હતી. બીજો નંબર 24 ટકા વોટ શેર સાથે આઈએનએલડી રહી હતી, જેની 19 સીટ આવી હતી. ત્રીજા નંબરે 21 ટકા વોટ શેર સાથે 15 સીટ જીતનર કોંગ્રેસ હતી.

<strong>Gujarat bypoll election Result: અલ્પેશ ઠાકોર રાધનપુર સીટથી હાર્યા</strong>Gujarat bypoll election Result: અલ્પેશ ઠાકોર રાધનપુર સીટથી હાર્યા

English summary
aam admi party could not win any seat in haryana
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X