For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

AAPનો દાવો મોદીની રેલીની દિલ્હી પર કોઇ અસર નહી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 18 ઓક્ટોબર: દિલ્હીની વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજકીય આગાજ કરવા જઇ રહેલી આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે તાજેતરમાં રાજ્યમાં યોજાયેલી નરેન્દ્ર મોદીની રેલીનો લોકો પર કંઇ પ્રભાવ પડ્યો નથી. 'આપ'એ એસી નેલ્સન અને સી વોટર દ્વારા કરાવવામાં આવેલા સર્વે બાદ દિલ્હીમાં પાર્ટી 36 ટકા લોકોની પ્રથમ પસંદ છે.

'આપ' નેતા યોગેન્દ્ર યાદવે કહ્યું હતું કે સર્વેનો અડધો પોલ દિલ્હીમાં નરેન્દ્ર મોદીની રેલી બાદ આવ્યો છે. જેનાથી ખબર પડે છે કે કોંગ્રેસ અને ભાજપની તુલનાએ લોકો 'આપ'ને વધુ પસંદ કરે છે. સર્વે અનુસાર 'આપ' 33 સીટો પર આગળ છે. જેથી પાર્ટીને આગામી ચૂંટણીમાં 21 સીટો પર જીતનો વિશ્વાસ છે.

yogendra-yadav

આ અંગે અરવિંદ કેજરીવાલનું કહેવું છે કે અમારી પાર્ટી 33 ટકા સીટો પર આગળ છે, આ ઉપરાંત 21 ટકા સીટો એવી છે કે જેમાં 'આપ' થોડી જ પાછળ છે. એટલા માટે અમને આશા છે કે અમે લગભગ 45 સીટો જીતવામાં સફળ રહીશું. આપનું કહેવું છે કે દિલ્હી વિધાનસભામાં લડાઇ ઇમાનદારી અને બેઇમાની વચ્ચે છે, જનતા પરિવર્તન ઇચ્છે છે.

English summary
Aam Admi Party leader Yogendra Yadav said party may win 21 seats in upcoming election.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X