For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીની સાથે ચીન જશે આમિર ખાન!

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી(વિવેક શુક્લા), વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી 14મી મેથી શરૂ થયેલી ખૂબ જ મહત્વની ચીન યાત્રા દરમિયાન બોલીવુડ તડકોનો પણ લાગશે. મોદીની ટોળીમાં હિન્દી સિનેમાના સુપર સ્ટાર આમિર ખાન પણ હશે. જોકે કેટલાંક સૂત્રો કહી રહ્યા છે કે આમિર ખાન નરેન્દ્ર મોદી પહેલા બેઇજીંગ પહોંચી જશે, એક એડવાન્સ પાર્ટીમાં હાજરી આપવા માટે.

narendra modi
ભારત ચીન સંબંધ
મોદીની ચીન યાત્રા દરમિયાન ત્યાં થનાર વિભિન્ન કાર્યક્રમોમાં થોડીક એવી તસવીરો પણ બતાવવામાં આવશે જે ભારત-ચીન સંબંધોના ઇતિહાસથી લઇને વર્તમાન સુધીની જાણકારી આપે છે. તે કાર્યક્રમોમાં આમિરની સાથે જેકી ચેન પણ હાજરી આપશે.

નોંધનીય છે કે હવે મોદી પોતાની વિદેશ યાત્રાઓમાં ભારતની જાણીતી હસ્તીઓને પણ સામેલ કરવા લાગ્યા છે. તેઓ પોતાની હાલની ઓસ્ટ્રેલિયા યાત્રા દરમિયાન સુનીલ ગાવસ્કર, વીવીએસ લક્ષ્મણ અને કપિલ દેવને પણ સાથે લઇને ગયા હતા.

amir khan
ચીનમાં ફેમશ છે મિસ્ટર પરફેક્ટનિસ્ટ
જાણકારોનું કહેવું છે કે આમિર ખાનને ચીન પણ ખૂબ જ પસંદ કરે છે. તેઓ ઇન્ટરનેશનલ સ્ટાર છે. તેમના ચાહનારા ચીનમાં પણ મોટી સંખ્યામાં છે. એટલા માટે મોદી તેમને પોતાની સાથે લઇને જઇ રહ્યા છે.

આની વચ્ચે, મોદીની યાત્રા દરમિયાન જ શાંઘાઇ યુનિવર્સિટીમાં ગાંધી અધ્યયન કેન્દ્રની પણ સ્થાપિત થશે. અત્રે ગાંધીજીવન સાથે જોડાયેલ મહત્વના પુસ્તકો રાખવામાં આવશે, અંગ્રેજી, હિન્દી અને ચાઇનીઝમાં. શાંઘાઇ બાદ ચીનના બાકીની યુનિવર્સિટીમાં પણ ગાંધી અધ્યયન ખોલવામાં આવશે.

mahatma gandhi
ગાંધીને લઇને રસ
અત્રે નોંધનીય છે કે ચીનની યુવા પેઢી ગાંધીના સંબંધમાં વધારેમાં વધારે જાણવા માટે ઉત્સુક રહે છે.

English summary
Aamir Khan will be in Modi’ China bound team. He is very popular in China. Modi to visit China from May 14.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X