હું આમ આદમી પાર્ટીને સમર્થન કે પ્રચાર કરતો નથી: આમિર ખાન

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 28 માર્ચ: આમિર ખાને ચૂંટણી પંચને લખીને જણાવ્યું છે કે તે આમ આદમી પાર્ટીનો પ્રચાર કરી રહ્યાં નથી. તેમણે ચૂંટણી પંચને જણાવ્યું હતું કે તે કોઇપણ રાજકીય પાર્ટીનો પ્રચાર કરી રહ્યાં છે. આમિર ખાને જણાવ્યું તે અફવાઓ પર કાર્યવાહી થવી જોઇએ જેમાં કહેવામાં આવી રહ્યું છે કે હું આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો છું. આમિર ખાન દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 'આમિર કોઇ ખાસ રાજકીય પક્ષનો પ્રચાર કરી રહ્યાં નથી. તે કોઇપણ રાજકીય પક્ષને સમર્થન કરે છે અને ના તો પ્રચાર.'

સોશિયલ મીડિયા પર આમિર ખાનના ફોટાની સાથે આમ આદમી પાર્ટીને વોટ આપવાની અપીલનો મેસેજ ફરતો કરવામાં આવ્યો છે. આ અપીલવાળા પોસ્ટર્સમાં પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે અબ્દુલ કલામ, ક્રિકેટર કપિલદેવ અને એક્ટર મોહનલાલ છે. હજુ સુધી તે સ્પષ્ટ થઇ શક્યું નથી કે આ વ્યક્તિઓના ફોટા ફેક છે કે આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.

aamir-khan-kalam-in-aap-poster

આ વર્ષે જાન્યુઆરીમાં આમિર ખાને એક ટીવી ચેનલને કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલ લોકોની સામે કંઇક નવી વાતો રજૂ કરી રહ્યાં છે જે રાજકારણ માટે સારી છે. જો કે ચૂંટણી પંચ તેમને 'નેશનલ આઇકોન' તરીકે રજૂ કરવા માંગે છે. એવામાં આમિર ખાનને સ્પષ્ટ કરવું જરૂરી હતું કે તે કોઇપણ રાજકીય પક્ષનું સમર્થન કે પ્રચાર ન કરે.

English summary
Superstar Aamir Khan has written a letter to the Election Commission (EC) clarifying that he is not endorsing any particular political party, including the Aam Aadmi Party (AAP).
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X