સંજય સિંહે ભાજપ પર લગાવ્યો મોટો આરોપ, અમારા MLA'sને ધમકાવી રહ્યા છે, તેમને 20-20 કરોડની ઑફર આપવામાં આવી

સંજય સિંહે આરોપ લગાવ્યો છે કે દિલ્લીમાં AAP ધારાસભ્યોને ભાજપના નેતાઓ તરફથી ધમકીઓ મળી રહી છે.

નવી દિલ્લીઃ આમ આદમી પાર્ટી સતત ભારતીય જનતા પાર્ટી પર એક પછી એક આરોપ લગાવી રહી છે. આ પહેલા દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આરોપ લગાવ્યો હતો કે ભારતીય જનતા પાર્ટીએ તેમને ઑફર કરી હતી કે તેમની સામેના તમામ CBI, ED કેસ પાછા ખેંચી લેવામાં આવશે. હવે પાર્ટીએ ભાજપ પર વધુ એક ગંભીર આરોપ લગાવ્યો છે. આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહે આરોપ લગાવ્યો છે કે દિલ્લીમાં AAP ધારાસભ્યોને ભાજપના નેતાઓ તરફથી ધમકીઓ મળી રહી છે.

20-20 કરોડની ઑફર

20-20 કરોડની ઑફર

સંજય સિંહે આરોપ લગાવ્યો છે કે ભાજપ નેતાઓ દિલ્લીમાં અમારી પાર્ટીના ધારાસભ્યોને ધમકી આપી રહ્યા છે કે જો તેઓ 20 કરોડ રૂપિયા સાથે AAPને નહિ છોડે તો તેમની હાલત ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા જેવી થઈ જશે. સંજય સિંહે કહ્યુ કે આ એ જ મૉડલ છે જેણે મહારાષ્ટ્રમાં શિંદે કેમ્પ ચલાવ્યો હતો પરંતુ મનીષ સિસોદિયા પર નિષ્ફળ ગયો હતો. હવે ભાજપ અમારા ધારાસભ્યોને નિશાન બનાવી રહ્યુ છે. સંજય સિંહે પત્રકાર પરિષદ યોજીને આ તમામ આક્ષેપો કર્યા હતા. પ્રેસ કૉન્ફરન્સમાં સોમનાથ ભારતી સહિત ચાર ધારાસભ્યો પણ હાજર હતા.

રણનીતિ હેઠળ કરી રહ્યુ છે ભાજપ

રણનીતિ હેઠળ કરી રહ્યુ છે ભાજપ

મનીષ સિસોદિયા વિરુદ્ધ ચાલી રહેલા કેસ અંગે AAPએ કહ્યુ કે તેમની વિરુદ્ધ જે પણ કેસ ચાલી રહ્યા છે તે નકલી છે. ભાજપના નેતાઓ પણ આ વાતથી વાકેફ છે પરંતુ તેઓ જાણી જોઈને વ્યૂહરચના હેઠળ આ બધુ કરી રહ્યા છે. વળી, સોમનાથ ભારતીએ કહ્યુ કે તેમને ભાજપના એક સાથીએ સંપર્ક કર્યો જેને હું લાંબા સમયથી ઓળખુ છુ. જ્યારે મેં તેમને નકારી કાઢ્યા ત્યારે તેમણે કહ્યુ હતુ કે ભાજપ કોઈપણ ભોગે આમ આદમી પાર્ટીની સરકારને ખતમ કરી દેશે.

ધારાસભ્યોને મળી ધમકી, પૈસાનો પ્રસ્તાવ

ધારાસભ્યોને મળી ધમકી, પૈસાનો પ્રસ્તાવ

બુરાડીથી AAP ધારાસભ્ય સંજીવ ઝાએ કહ્યુ કે મારો પણ ભાજપના નેતાએ સંપર્ક કર્યો હતો. મને 25 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી અને કેટલાક ધારાસભ્યોને મારી સાથે લાવવાનુ કહેવામાં આવ્યુ હતુ. મેં પછી ભાજપના નેતાને પૂછ્યુ કે જો હું આવુ નહિ કરુ તો શું થશે ત્યારે ભાજપના નેતાએ મને મનીષ સિસોદિયાનુ ઉદાહરણ આપ્યુ. AAP ધારાસભ્ય કુલદીપ કુમારે કહ્યુ કે મારો પણ ભાજપના નેતાએ સંપર્ક કર્યો હતો અને મને આમ આદમી પાર્ટીની સરકાર તોડવાનુ કામ આપ્યુ હતુ. ભાજપ નેતાએ મને ધમકી આપી હતી કે જો સીબીઆઈ મનીષ સિસોદિયાની પાછળ પડી શકે છે તો કલ્પના કરો કે તમારુ શું થશે.

દિલ્લીમાં નહિ ચાલે ઑપરેશન લોટસ

દિલ્લીમાં નહિ ચાલે ઑપરેશન લોટસ

આંબેડકર નગરના AAP ધારાસભ્ય અજય દત્તે પણ કહ્યુ કે મારો સંપર્ક ભાજપના પૂર્વ સાંસદ દ્વારા કરવામાં આવ્યો હતો. તેઓ અન્ય રાજ્યના ભૂતપૂર્વ સાંસદ છે. મને કહેવામાં આવ્યુ કે તેમના સંપર્કમાં AAPના ઘણા ધારાસભ્યો છે. મેં તેમને કહ્યુ કે મને ખરીદી શકાય તેમ નથી. AAP સાંસદ સંજય સિંહે કહ્યુ કે ભાજપનુ ઑપરેશન લોટસ દિલ્લીમાં બોગસ સાબિત થયુ છે. હું વડાપ્રધાન મોદીને કહેવા માંગુ છુ કે સંભવ છે કે તેઓ મહારાષ્ટ્ર, કર્ણાટક, અરુણાચલ પ્રદેશમાં સફળ થાય પરંતુ દિલ્લીમાં એવુ નહિ થાય. અહીં લોકોએ અરવિંદ કેજરીવાલને પોતાનુ સમર્થન આપ્યુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X