રાયબરેલીથી સોનિયા વિરૂદ્ધ લડી રહેલા આપના ઉમેદવારે ટિકીટ પાછી આપી

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

લખનઉ, 8 એપ્રિલ: ઉત્તર પ્રદેશના રાયબરેલી સંસદીય સીટ પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવારે સોનિયા ગાંધી વિરૂદ્ધ પોતાનો પડકાર પાછ્યો ખેંચી લીધો છે. રાયબરેલીથી આપના ઉમેદવાર નિવૃત જજ ફકરૂદ્દીને ટિકીટ પરત કરી દિધી છે. પાર્ટીએ તેમની જગ્યા અર્ચના શ્રીવાસ્તવને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ સીટ પરથી કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણી લડી રહ્યાં છે.

આપના નેતાઓએ તેની પુષ્ટિ કરતાં કહ્યું હતું કે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ હાઇકોર્ટમાં જજ રહી ચૂકેલા ફકરૂદ્દીને પોતાને ચૂંટણી અલગ કરી દિધા છે. આપના પ્રદેશ પ્રવક્તા વૈભવ મહેશ્વરીએ જણાવ્યું હતું કે તેમને પાર્ટીને માહિતગાર કર્યા છે કે તે લોકસભા માટે ઉપલબ્ધ રહી શકશે નહી.

aam-aadmi-party-logo

પાર્ટીએ સોનિયા ગાંધી વિરૂદ્ધ સામાજિક કાર્યકર્તા અર્ચના શ્રીવાસ્તવને ઉભા રાખવાનો નિર્ણય કર્યો છે. ભાજપ તરફથી પ્રખ્યાત વકીલ અજય અગ્રવાલને આ સીટ પરથી ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. અજયે સોમવારે પોતાનું ઉમેદવરી પત્ર દાખલ કર્યું હતું.

English summary
The AAP suffered a jolt on Tuesday with its candidate Justice (retd.) Fakhruddin withdrawing from the electoral fray in Rae Bareli Lok Sabha constituency where Congress president Sonia Gandhi is a candidate.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X