'આપ'નો ઉપરાજ્યપાલ પર પ્રહાર, કહ્યું-'કોગ્રેસના એજન્ટની જેમ કામ કરે છે'

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 7 ફેબ્રુઆરી: દિલ્હીમાં જનલોકપાલ બિલ પાસ કરાવવાના મુદ્દા પર દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકારની વચ્ચે તકરાર વધતી જઇ રહી છે. સોલિસિટર જનરલ મોહન પરાસરન દ્વારા જનલોકપાલ બિલને અસંવૈધાનિક ગણાવ્યા બાદ આમ આદમી પાર્ટીએ દિલ્હીના ઉપરાજ્યપાલ નજીબ જંગ પર જ હુમલો કરી દીધો છે.

આમ આદમી પાર્ટીના પ્રવક્તા આશુતોષે જણાવ્યું કે આ આખા મામલામાં લેફ્ટિનેંટ ગવર્નર અને સોલિસિટર જનરલની વચ્ચે જે વાતચીત થઇ છે, તે ગુપ્ત હોય છે. આ કેવી રીતે લીક થઇ? આની પાછળ રાજનીતિ કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે 'આપ' સરકારને ખોટી રીતે પ્રસ્તુત કરવામાં આવી રહી છે.

આશુતોષે આરોપ લગાવ્યો છે કે એલજી કોંગ્રેસના એજન્ટની જેમ કામ કરી રહ્યા છે અને દિલ્હીની સરકારને અસ્થિર કરવાની કોશિશ કરી રહ્યા છે. આશુતોષે જણાવ્યું કે અમે તેમને અપિલ કરીએ છીએ કે તેઓ કોંગ્રેસના એજન્ટના રૂપમાં કામ કરવાનું બંધ કરે.

ashutosh
આશુતોષે જણાવ્યું કે કોંગ્રેસ-ભાજપને લાગે છે કે જેટલા પણ દિવસ 'આપ'ની સરકાર રહેશે, ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પર લટકતી તલવાર રહેવાની છે. કોંગ્રેસ નેતા જેપી અગ્રવાલે આનો જવાબ આપતા જણાવ્યું છે કે જે નિવેદન આશુતોષે આપ્યું છે તેને સારા શબ્દોમાં કહેવું જોઇતું હતું.

બીજી બાજું સોલિસિટર જનરલ મોહન પરાસને જણાવ્યું કે અમને રાજકારણ સાથે કોઇ સંબંધ નથી. અમે સંવૈધાનિક રીતે પોતાની માંગ રાખી છે. આ હવે સરકાર પર નિર્ભર છે કે તે શું કરે છે અને તેને શું યોગ્ય લાગે છે. જ્યારે અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે આ મામલામાં હું એલજીને પત્ર લખીશ.

જોકે, સોલિસિટર જનરલ મોહન પરાસને એવું કહીને કેજરીવાલની મુશ્કેલીઓ વધારી દીધી છે કે તેમના લોકપાલ માટે ઉપરાજ્યપાલની પૂર્વ સ્વીકૃતિ જરૂરી છે. જનતાની વચ્ચે, જનતા માટે અને જનતાને જે જનલોકપાલની સૌગાત કેજરીવાલ આપવાની તૈયારી કરી રહ્યા છે, તેમાં નવી રીતે સંવિંદાન અને સત્તાનો અસર જોવા મળી રહી છે.

English summary
Jan Lokpal Bill row: AAP calls LG Najeeb Jung a Congress agent.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.