બિહારમાં AAP એકલા ચૂંટણી લડવા જઈ રહી છે? જાણો શું કહ્યું બન્ને પાર્ટીઓએ?

એક તરફ મુંબઈમાં વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન ઈન્ડિયાની મુંબઈમાં બેઠક યોજાવા જઈ રહી છે તો બીજી તરફ બિહારમાં આમ આદમી પાર્ટીએ એકલા ચૂંટણી લડવાની તૈયારી કરી હોવાના અહેવાલ આવી રહ્યા છે.

વિપક્ષોની બેઠક પહેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારનું ટેન્શન વધાર્યુ છે. આમ આદમી પાર્ટીએ બિહારમાં વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.

Arvind kejriwal

જણાવી દઈએ કે, આમ આદમી પાર્ટી આગામી વિધાનસભા ચૂંટણી એકલા લડવા જઈ રહી છે અને પાર્ટી મહાસચિવ સંદીપ પાઠકે દિલ્હીમાં બિહાર સંગઠનના નેતાઓ સાથે બેઠક કર્યા બાદ આ વાત સામે આવી છે.

આ નિવેદન બાદ આરજેડી તરફથી નિવેદન પણ સામે આવ્યુ છે. આરજેડી નેતા મનોજ ઝાએ કહ્યું કે, INDIA ગઠબંધનનો પાયો નાખવામાં આવી રહ્યો હતો ત્યારે કેટલાક સિદ્ધાંતો બનાવવામાં આવ્યા છે. આ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ નિવેદનને બાજુએ રાખીને મને લાગે છે કે તે સિદ્ધાંતોનું પાલન કરશે.

મનોજ ઝાએ કહ્યું કે, તેમને કોઈપણ નિવેદન આપવાની સ્વતંત્રતા છે. હું સમજું છું કે ગઠબંધનનો કોઈ પક્ષ કોઈપણ રાજ્યમાં જાહેર નિવેદન આપે તો તે યોગ્ય નથી.

જણાવી દઈએ કે, બિહારમાં જેડીયુ અને આરજેડી આ નિવેદનને કેટલી ગંભીરતાથી લે છે તે આગળની દિશા નક્કી કરશે. બિહાર વિધાનસભાની ચૂંટણી 2025માં યોજાવાની છે. આ પહેલા દેશમાં 2024માં લોકસભાની ચૂંટણી છે. જોવાનું એ રહેશે કે આપ નેતાના આ નિવેદનને વિરોધ પક્ષો કેવી રીતે લે છે.

બીજી તરફ જેડીયુના મુખ્ય પ્રવક્તા નીરજ કુમારે કહ્યું કે, દરેક પાર્ટીને પોતાનો વિસ્તાર કરવાનો અધિકાર છે. અમે અન્ય રાજ્યોમાં પણ વિસ્તરણ કરીએ છીએ. મલ્લિકાર્જુન ખડગે અને સંજય સિંહે સ્પષ્ટ કહ્યું છે કે અમે સાથે મળીને લડીશું. INDIA ગઠબંધન સાથે મળીને ચૂંટણી લડશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X