પંજાબમાં ખાલિસ્તાન મૂવમેન્ટને કચડવા માટે AAP તૈયારઃ કેબિનેટ મંત્રી આતિશી
દિલ્લીમાં આમ આદમી પાર્ટીના કેબિનેટ મંત્રી આતિશીએ પંજાબ સરકાર દ્વારા લેવામાં આવેલી કાર્યવાહીની પ્રશંસા કરી હતી અને સીએમ ભગવંત માનને અભિનંદન આપ્યા.

દિલ્લીમાં આમ આદમી પાર્ટીના કેબિનેટ મંત્રી આતિશીએ પંજાબ સરકાર દ્વારા લેવામાં આવેલી કાર્યવાહીની પ્રશંસા કરી હતી અને સીએમ ભગવંત માનને અભિનંદન આપ્યા હતા અને કહ્યુ હતુ કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને બગાડનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ સરકારના કામકાજ અને કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉભા થઈ રહ્યા હતા.
હવે ભગવંત માન સરકારે રાજ્યમાં ખીલી રહેલી ખાલિસ્તાની ચળવળ સામે મોટી કાર્યવાહી શરૂ કરી છે અને તમામ આરોપીઓની ધરપકડ કરવાનું શરૂ કરી દીધું છે. આતિશીએ પોતાની પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યુ - પંજાબ સરકારે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જે રીતે છેલ્લા બે દિવસથી કાર્યવાહી શરૂ કરી છે તેના માટે પંજાબ સરકાર અને પોલીસ અભિનંદનને પાત્ર છે. છેલ્લા બે દિવસની કાર્યવાહીથી, પંજાબના સીએમએ સ્પષ્ટ કર્યુ છે કે જો કોઈ રાજ્યમાં શાંતિ ભંગ કરશે અથવા કોઈ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગાડવાનો પ્રયાસ કરશે, તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
એક સમય હતો જ્યારે અમે પંજાબમાં ચૂંટણી લડતા હતા ત્યારે ઘણા લોકો અમને સવાલ કરતા હતા કે દિલ્લીમાં AAP સરકાર ચલાવે છે, શું તે પંજાબમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો કરી શકશે. શું તમે સરહદી રાજ્ય સંભાળી શકશો, પરંતુ આજે ભગવંત માને સવાલ પૂછનારાઓને ચૂપ કરી દીધા છે.
આતિશીએ પ્રેસ કૉન્ફરન્સમાં વધુમાં જણાવ્યુ હતુ કે પંજાબમાં અગાઉની સરકારોએ આવા અનેક લોકોને રક્ષણ આપ્યુ હતુ, જેના કારણે આજે પંજાબમાં આવી સ્થિતિ સર્જાઈ છે, પરંતુ અમારી સરકારે બતાવી દીધુ છે કે જો કોઈ શાંતિ ભંગ કરશે તો તેને સજા કરવામાં આવશે. કાર્યવાહી કરવામાં આવશે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
