AAP સાંસદ સંજીવ અરોરાએ ગરીબ દર્દીના ઈલાજ માટે હૉસ્પિટલમાં 10 લાખ રુપિયાનુ આપ્યુ યોગદાન
દયાનંદ મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલની મેનેજિંગ સોસાયટીના ઉપાધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ સંજીવ અરોરાએ ગરીબ દર્દીઓની સારવાર માટે હોસ્પિટલને 10 લાખ રૂપિયાની રકમ રજૂ કરી.
આ પ્રસંગે બોલતા સંજીવ અરોરાએ જણાવ્યું હતું કે ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ મેળવવી એ નાગરિકોનો મૂળભૂત અધિકાર છે. DMCH એ લુધિયાણા અને પંજાબના લોકોને તબીબી સેવાઓ પ્રદાન કરવામાં જબરદસ્ત યોગદાન આપ્યુ છે અને તેમનુ યોગદાન એ દિશામાં એક પગલું છે.

હૉસ્પિટલની મેનેજિંગ સોસાયટીના સેક્રેટરી બિપિન ગુપ્તાએ સંજીવ અરોરાના યોગદાન માટે આભાર માન્યો અને કહ્યું કે આ દાન સમાજના તમામ વર્ગમાંથી આવતા લોકોને સસ્તી અને ગુણવત્તાયુક્ત સેવાઓ પ્રદાન કરવાના ધ્યેયને હાંસલ કરવાના DMCHના પ્રયત્નોને વધારશે.
આ પ્રસંગે સાંસદ સંજીવ અરોરા ઉપરાંત બિપિન ગુપ્તા, ટ્રેઝરર મુકેશ કુમાર, દયાનંદ મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ ડૉ.સંદીપ પુરી, વાઇસ પ્રિન્સિપાલ ડૉ.જી.એસ. વાંડેર, મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ- ડૉ.સંદીપ શર્મા, ડૉ.બિશવ મોહન અને ડીન એકેડેમિક ડૉ. સંદીપ કૌશલ ઉપસ્થિત રહ્યા હતા.












Click it and Unblock the Notifications
