રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળવા પર AAPની દેશભરમાં ઉજવણી, ગોપાલ રાયે કહ્યુ - બનાવીશુ ભારતનં નંબર વન
ચૂંટણી પંચ દ્વારા આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળ્યા પછી આપના નેતાઓનો ઉત્સાહ સાતમા આસમાને છે. મંગળવારે AAPના સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પાર્ટી કાર્યાલયમાં કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા.
આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ સંજય સિંહ તેમજ રાઘવ ચઢ્ઢા સહિત અન્ય વરિષ્ઠ નેતાઓની હાજરીમાં કાર્યકર્તાઓને અભિનંદન આપવાની સાથે સીએમ કેજરીવાલે દેશવાસીઓનો પણ આભાર માન્યો હતો.

આ દરમિયાન AAP નેતા અને દિલ્લીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યુ કે બુધવારથી પાર્ટીના નેતાઓ દેશમાં ઉજવણી કરશે. આ પ્રસંગે શોભાયાત્રા પણ કાઢવામાં આવશે. માહિતી આપતાં ગોપાલ રાયે કહ્યુ કે આ પાર્ટીની મોટી ઉપલબ્ધિ છે. આ પક્ષની નીતિઓનુ સીધુ પરિણામ છે, જેને જનતાએ સ્વીકારી છે.
બુધવારથી આમ આદમી પાર્ટીના જિલ્લા અને રાજ્ય કાર્યાલયમાં આ સિદ્ધિની ઉજવણી કરવામાં આવશે. આ સાથે અનેક જગ્યાએ પદયાત્રાઓ પણ કાઢવામાં આવશે. તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટીને બહુ ઓછા સમયમાં રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળવો એ તમામ કાર્યકર્તાઓ માટે ગર્વની અને ભાવનાત્મક ક્ષણ છે.
ગોપાલ રાયે કહ્યુ કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના સંદેશાઓ અને નીતિઓને બુધવારથી આ બેઠક દ્વારા દેશના દરેક ખૂણે ખૂણે પહોંચાડવામાં આવશે. ભારતને નંબર વન બનાવવા માટે, લોકો મોબાઈલ નંબર 98710 10101 પર મિસ્ડ કૉલ દ્વારા સીધો પક્ષ સાથે જોડાઈ શકે છે.
મંગળવારે દિલ્લીથી શરૂ થયેલી આ ઉજવણી બુધવારથી દેશભરમાં આયોજિત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સોમવારે ચૂંટણી પંચે કહ્યુ હતુ કે આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો આપવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
