AAP, TMC અને CPI(M) નવા સંસદ ભવનના ઉદ્ઘાટનનો બહિષ્કાર કરશે, જાણો કેમ?

28 મેંના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિને સાઈડમાં કરીને ખુદ નવા સંસદ ભવનનું ઉદ્ધાટન કરવા જઈ રહ્યા છે ત્યારે હવે વિપક્ષો આકરા પ્રહાર કરી રહ્યા છે. પીએમ મોદીની આપખુદશાહીથી ત્રસ્ત વિપક્ષી પાર્ટીઓ હવે આ ઉદ્ઘઘાટનનો વિરોધ કરવા જઈ રહી છે

CPIM એ જાહેરાત કરી છે કે, તે 28 મેના રોજ નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનો બહિષ્કાર કરશે. સીપીઆઈએમના રાજ્યસભા સાંસદ ડો.જોન બ્રિટાસે આ વાતની પુષ્ટિ કરી છે.

AAP

બીજી તરફ સીપીઆઈએમના મહાસચિવ સીતારામ યેચુરીએ મોટો આરોપ લગાવતા કહ્યું છે કે, વડાપ્રધાન રાષ્ટ્રપતિને બાયપાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, જ્યારે સંસદ ભવનનો શિલાન્યાસ થઈ રહ્યો હતો ત્યારે પીએમ મોદીએ રાષ્ટ્રપતિને બાયપાસ કરીને તેનો પાયો નાખ્યો હતો અને હવે તેનું ઉદ્ઘાટન પણ કરવા જઈ રહ્યા છે. આ બિલકુલ સ્વીકાર્ય નથી.

યેચુરીએ કહ્યું કે બંધારણના અનુચ્છેદ 79 મુજબ, સંઘની સંસદ હશે, જેમાં એક રાષ્ટ્રપતિ અને બે ગૃહો હશે. જ્યારે ભારતના રાષ્ટ્રપતિ બોલાવે ત્યારે જ સંસદની બેઠક મળી શકે છે.

રાષ્ટ્રપતિ દ્વારા સામાન્ય ગૃહને સંબોધન કર્યા પછી જ સંસદની કાર્યવાહી શરૂ થાય છે.આ સિવાય આમ આદમી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ પણ સંસદના નવા બિલ્ડિંગના ઉદ્ઘાટન કાર્યક્રમનો બહિષ્કાર કરશે. બંને પક્ષોએ મંગળવારે જાહેરાત કરી છે કે તેઓ નવી સંસદ ભવનનાં ઉદ્ઘાટન કાર્યક્રમનો બહિષ્કાર કરશે.

અહીં તેમણે કહ્યું કે, બંધારણના અનુચ્છેદ 79 મુજબ સંઘની સંસદ હશે અને તેમાં એક રાષ્ટ્રપતિ અને બે ગૃહો હશે. જ્યારે ભારતના રાષ્ટ્રપતિ બોલાવે ત્યારે જ સંસદની બેઠક મળી શકે છે. રાષ્ટ્રપતિ સામાન્ય ગૃહને સંબોધન કરે પછી જ સંસદની કાર્યવાહી શરૂ થાય છે

માત્ર સીપીએમ જ નહીં આમ આદમી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ પણ સંસદના નવા બિલ્ડિંગના ઉદ્ઘાટન કાર્યક્રમનો બહિષ્કાર કરશે. બંને પક્ષોએ મંગળવારે જાહેરાત કરી છે કે તે નવી સંસદ ભવનનાં ઉદ્ઘાટન કાર્યક્રમનો બહિષ્કાર કરશે.

આ મુદ્દે વાત કરતા ટીએમસીના સાંસદ ડેરેક ઓ બ્રાયને કહ્યું કે, સંસદ એ માત્ર નવી ઇમારત નથી પરંતુ આપણી જૂની પરંપરા, મૂલ્યો, તે ભારતના લોકતંત્રનો પાયો છે, પરંતુ પીએમ મોદી આ સમજતા નથી. તેમના માટે સંસદના ઉદ્ઘાટનનો કાર્યક્રમ માત્ર હું, મારૂ છે. તેથી અમે આમાં ભાગ લઈશું નહીં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X