Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

દિલ્હીમાં બનશે 'આપ'ની સરકાર, કેજરીવાલ બનશે મુખ્યમંત્રી

નવી દિલ્હી, 23 ડિસેમ્બર: દિલ્હીમાં આખરે આમ આદમી પાર્ટી સરકાર બનાવશે એ વાત પાક્કી થઇ ગઇ છે. દિલ્હીમાં સરકાર બનાવવાને લઇને આજે સવારે 11 વાગ્યે પાર્ટી પોતાના નિર્ણયની જાહેરાત કરી અને જણાવ્યું કે તેઓ દિલ્હીમાં કોંગ્રેસના સમર્થન થકી સરકાર બનાવશે. હવે કેજરીવાલ ઉપરાજ્યપાલ સાથે મુલાકાત કરી સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. અરવિંદ કેજરીવાલ અનુસાર જનતા સાથે વિચારવિમર્શમાં મોટાભાગના લોકોએ જણાવ્યું છે કે આમ આદમી પાર્ટીએ સરકાર બનાવી લેવી જોઇએ.

15 દિવસથી સરકાર બનાવવાને લઇને તરસી રહેલી દિલ્હીનો ઇંતેજાર આજે ખત્મ થઇ ગયો છે. જનતા સાથે ચર્ચા કર્યા બાદ આજે આમ આદમી પાર્ટી સરકાર બનાવવાને લઇને પોતાના નિર્ણયની જાહેરાત કરી દીધી છે. સરકાર બનાવવાના સમર્થનમાં મળેલા જનતાના મત બાદ એ વાતની સંપૂર્ણ સંભાવના છે કે આજે ઉપરાજ્યપાલ સાથે મુલાકાત કરી પાર્ટી સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે. એવામાં દિલ્હીને નવા વર્ષ પહેલા એક ઇમાનદાર છબીવાળી સરકારની ભેટ મળી શકે જશે.

નિર્ધારિત કાર્યક્રમ અનુસાર લોકોના વિચારના પરિણામને લઇને આજે સવારે 9 વાગ્યે આપની પોલિટિકલ અફેર્સ સમિતિની બેઠક યોજાઇ. ત્યારબાદ સવારે 11 વાગે પાર્ટી પ્રેસ કોન્ફ્રેન્સ કરીને પોતાના નિર્ણયની જાહેરાત કરી. બાદમાં કેજરીવાલના નેતૃત્વમાં પાર્ટીના નેતા બપોરે સાડા 12 વાગ્યે ઉપ-રાજ્યપાલને મળવા જશે.

આ પહેલા રવિવારે આમ આદમી પાર્ટીની રાયશુમારીનો છેલ્લો દિવસ હતો. આપના નેતા અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં ચાર સ્થળો પર જનસભાઓ કરી. તેઓ જ્યાં પણ ગયા ત્યાં લોકોની ભીડ ઉમટી પડી હતી. જનતાએ રાયશુમારીમાં તેમનો સાથ આપ્યો. આ જનસભામાં મોટાભાગના લોકોનું એવું માનવું હતું કે 'આપ'એ સરકાર બનાવવી જોઇએ.

સમગ્ર ઘટનાક્રમ જુઓ સ્લાઇડરમાં...

આપની બેઠક

આપની બેઠક

નિર્ધારિત કાર્યક્રમ અનુસાર લોકોના વિચારના પરિણામને લઇને આજે સવારે 9 વાગ્યે આપની પોલિટિકલ અફેર્સ સમિતિની બેઠક થશે.

અમે સરકાર બનાવીશું

અમે સરકાર બનાવીશું

ત્યારબાદ સવારે 11 વાગે પાર્ટી પ્રેસ કોન્ફ્રેન્સ કરીને પોતાના નિર્ણયની જાહેરાત કરી અને જણાવ્યું કે તેમને દિલ્હીની જનતાએ કોંગ્રેસનું સમર્થન લઇ સરકાર બનાવવાની પરવાનગી આપી છે. માટે અમે સરકાર બનાવીશું.

ઉપ-રાજ્યપાલને મળવા જશે

ઉપ-રાજ્યપાલને મળવા જશે

હવે અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં પાર્ટીના નેતા બપોરે સાડા 12 વાગ્યે ઉપ-રાજ્યપાલને મળવા જશે.

હવે ઇંતેજારી ખત્મ

હવે ઇંતેજારી ખત્મ

15 દિવસથી સરકાર બનાવવાને લઇને તરસી રહેલી દિલ્હીનો ઇંતેજાર આજે ખત્મ થઇ ગયો છે. જનતા સાથે ચર્ચા કર્યા બાદ આજે આમ આદમી પાર્ટી સરકાર બનાવવાને લઇને પોતાના નિર્ણયની જાહેરાત કરી દીધી છે. સરકાર બનાવવાના સમર્થનમાં મળેલા જનતાના મત બાદ એ વાતની સંપૂર્ણ સંભાવના છે કે આજે ઉપરાજ્યપાલ સાથે મુલાકાત કરી પાર્ટી સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે. એવામાં દિલ્હીને નવા વર્ષ પહેલા એક ઇમાનદાર છબીવાળી સરકારની ભેટ મળી શકે જશે.

યોગ્ય ભાષાનો ઉપયોગ કરે: શીલા દીક્ષિત

યોગ્ય ભાષાનો ઉપયોગ કરે: શીલા દીક્ષિત

દિલ્હીની મુખ્યમંત્રી શીલા દીક્ષિતે 'આપ'ની સરકાર બનવા પર મીડિયાને જણાવ્યું કે 'અમે તેમને પહેલાથી જ બિનશર્તી સમર્થન આપવાની જાહેરાત કરી હતી, અમે તેમને મુદ્દાઓ પર સમર્થન જારી કર્યું છે. તેઓ દિલ્હીની જનતાને આપેલા વાયદા પૂરા કરે. અને પોતાની ભાષા પર સંયમ રાખે. અમારી શુભેચ્છા તેમની સાથે છે.'

'આપ' ભ્રષ્ટાચારમાં ભળી ગયું: ડો. હર્ષવર્ધન

'આપ' ભ્રષ્ટાચારમાં ભળી ગયું: ડો. હર્ષવર્ધન

ભાજપના નેતાના ડો. હર્ષવર્ધને જણાવ્યું કે 'જેમણે દિલ્હીની જનતાને ભ્રષ્ટાચાર દૂર કરવાનો દિલાશો આપ્યો, કોંગ્રેસને ભ્રષ્ટાચારી કહ્યા અને હવે પોતે ભ્રષ્ટાચારીઓમાં ભળી ગયા. છતા અમારી શુભેચ્છા 'આપ'ની સાથે છે અને તેઓ દિલ્હીની જનતાના પ્રશ્નો હલ કરે અને કામ કરે તેવી આશા.'

અણ્ણાએ આપ્યા આશિર્વાદ

અણ્ણાએ આપ્યા આશિર્વાદ

સમાજસેવી અને ગાંધીવાદી અણ્ણા હઝારેએ અરવિંદ કેજરીવાલને સરકાર બનાવવાના નિર્ણય પર શુભેચ્છા આપી હતી.

જંતર મંતર પર શપથ ગ્રહણ

જંતર મંતર પર શપથ ગ્રહણ

અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે આપ દિલ્હીમાં સરકાર બનાવશે. કેજરીવાલે જણાવ્યું કે તેઓ જંતર મંતર પર શપથ ગ્રહણ કરવા માગે છે. તેમણે જણાવ્યું કે આ નિર્ણય દિલ્હીના ઉપ રાજ્યપાલ નજીબ જંગના ઉપર છે કે તેઓ શપથ ગ્રહણને લઇને શું નિર્ણય કરે છે.

મનીષ સિસોદિયા

મનીષ સિસોદિયા

આપના પ્રવક્તા અને વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાએ બેઠક બાદ જણાવ્યું કે 74 ટકા દિલ્હીની જનતાએ એવું જણાવ્યું છે કે દિલ્હીમાં આપ સરકાર બનાવે. તેમણે જણાવ્યું કે 6 લાખ 97 હજાર એસએસએસ મળ્યા. 257 સભાઓમાં સરકાર બનાવવાને લઇને સહમતિ આપવામાં આવી. જ્યારે 23 સભાઓના લોકોએ સરકાર બનાવવાનો ઇનકાર કરી દીધો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X