આમ આદમી સામે હાર્યુ ભ્રષ્ટ તંત્ર, નાસ્તિકમાંથી આસ્તિક બન્યા કેજરીવાલ

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 3 જાન્યુઆરીઃ દિલ્હીના રાજકારણમાં એક એવો વળાંક આવ્યો છે, જેની કલ્પના સ્વપ્નમાં પણ થઇ શકે તેમ નથી. એક આમ આદમી જેનું નામ અરવિંદ કેજરીવાલ છે, જેમણે રાજકારણમાં 11 મહિના પહેલા પગ મુક્યો હતો, આજે પ્રદેશના મુખ્યમંત્રી છે, પોતાના નિર્ણયો, જૂસ્સો અને સત્યના જોરો સત્તા હાંસલ કેજરીવાલ અને તેમની સરકાર, આમ આદમી પાર્ટીએ ગુરુવારે સદનમાં વિશ્વાસમત હાંસલ કરી લીધો છે, આગામી 6 મહિના સુધી તે સંપૂર્ણપણે સત્તા પર રિઝર્વ થઇ ગયા છે.

aap-wins-critical-trust-vote
પોતના અડધો કલાકથી વધુના સંબોધનમાં કેજરીવાલે સદનની સામે ત્રણ પ્રશ્નો રાખ્યા અને કહ્યું કે દેશની આમ જનતા હવે જાગી ગઇ છે. તેથી હવે મારા પ્રશ્નોના જવાબ તમામ રાજકીય તંત્રોએ સમજી વિચારીને આપવા પડશે. કેજરીવાલના ત્રણ પ્રશ્નો હતા...

1- દિલ્હીમાં ભ્રષ્ટાચાર ખત્મ કરવા કયા કયા દળ તેની સાથે છે?
2- સત્ય અને ઇમાનદારીની લડાઇમાં કોણ કોણ સામેલ છે?
3- મારા તરફથી ઉઠાવવામાં આવેલા 17 મુદ્દા પર કયા કયા સભ્યો અમારી સાથે છે?

કેજરીવાલના આ નિવેદન પર વિરોધ પક્ષના નેતા હર્ષવર્ધને કડક વિરોધ કર્યો અને કહ્યું કે, કેજરીવાલ મોટા મોટા વચનો કરી રહ્યાં છે, પરંતુ માત્ર લચ્છેદાર ભાષાઓથી સત્તા ચાલતી નથી, હિંમત છે તો તમારી કોઇ વાત પર પૂરા કરીને દર્શાવો.

જેના પર અરવિંદ કેજરીવાલે સ્મિત સાથે કહ્યું કે, દેશના રાજકારણમાં એ દિવસે દૂષિત થઇ ગયુ હતુ જ્યારે તેમણે આમ આદમીને હળવાશથી લીધા હતા, રાજકારણીઓ ભૂલી ગયા છે કે, ખેતરમાં હળ આમ આદમી ચલાવે છે નેતા નહીં, કપડા આમ આદમી સીવે છે, નેતા નહીં, તેથી આમ આદમીને લલકારવાનું લોકો બંધ કરી દે. 4 અને 8 ડિસેમ્બરે જે કંઇ પણ દિલ્હીમાં થયું તે આમ આદમીના કારણે થયું છે, જે કોઇપણ ચમત્કારથી ઓછું નથી. આ ચમત્કાર પહેલાં હું ભગવાનમાં માનતો નહોતો, પરંતુ હવે માનવા લાગ્યો છું.

તેથી હુ માત્ર એટલું જ કહેવા માગુ છુ કે છ મહિનામાં તમે લોકો એ જ જોશો જે મે અને મારી પાર્ટીએ કહ્યું છે.

નોંધનીય છે કે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની અલ્પમતવાળી આમ આદમી પાર્ટી(આપ)ની સરકારે ગુરુવારે વિધાનસભામાં વિશ્વાસ મત હાંસલ કરી લીધો. સરકારને કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ સમર્થન આપ્યું. 70 સભ્યોની વિધાનસભામાં 28 બેઠકોવાળી આમ સરકારને બચાવવા માટે કોંગ્રેસના સમર્થનની જરૂર હતી, આપ પાર્ટીને 37 ધારાસભ્યનું સમર્થન મળ્યુ, જ્યારે વિરોધમાં 32 મત પડ્યા. ભાજપના 31 અને તેના સહયોગી શિરોમળી અકાલી દળના એક ધારાસભ્યે સરકારના વિરોધમાં મતદાન કર્યું.

English summary
I am confident that the Delhi model of politics will be adopted in the entire country said Arvind Kejriwal after AAP wins critical trust vote in Delhi.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.