37 મત સાથે 'આપ'ને મળ્યો વિશ્વાસ મત, ટકી રહેશે સરકાર

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 2 જાન્યુઆરી: આમ આદમી પાર્ટીની સરકાર દિલ્હીમાં બની રહેશે. આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના 8 ધારાસભ્યોની મદદથી વિધાનસભામાં વિશ્વાસમત મેળવી લીધો છે. વિધાનસભામાં વોટિંગ દરમિયાન આપને 37 વોટ મળ્યા, જ્યારે 32 વોટ આપની વિરુધ્ધ રહ્યા. સ્પષ્ટ છે કે ભાજપના 32 ધારાસભ્યોએ આમ આદમી પાર્ટીની વિરુધ્ધ વોટિંગ કર્યું, જ્યારે કોંગ્રેસના 8 અને જેડીયૂના 1 અને અપક્ષના 1 ધારાસભ્યએ આપ માટે વોટિંગ કર્યું. આ રીતે આમ આદમી પાર્ટીએ સરળતાથી વિશ્વાસમત હાસલ કરી લીધો.

ગૃહની શરૂઆતી ચર્ચા દરમિયાન જ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અરવિંદર સિંહ લવલીએ સ્પષ્ટ કરી દીધું હતું કે તેમની પાર્ટી આમ આદમી પાર્ટીનું સમર્થન ત્યાં સુધી કરશે જ્યાં સુધી આપ દિલ્હીવાસીઓના હિતમાં નિર્ણય કરશે. જોકે વોટિંગ પહેલા એવી ચર્ચા હતી કે કોંગ્રેસના 6 વિધાયકો આપની વિરુધ્ધ વોટિંગ કરશે, પરંતુ તેવું બન્યું નહીં.

વોટિંગ દરમિયાન ચોધરી મતીન અહમદે જાહેરાત કરી કે અરવિંદ કેજરીવાલે વિશ્વાસ મત પ્રસ્તાવ પાસ કરી લીધો છે. પ્રોટેમ સ્પીકર ચોધરી મતીન અહમદે સભ્યોને ઊભા કરીને પૂછ્યું કે આ પ્રસ્તાવના પક્ષમાં જે હોય તે ઉભા થઇ જાવ અને આ પ્રસ્તાવના વિરોધમાં જે હોય તે બેસી રહે.

arvind kejriwal
કેજરીવાલે ચર્ચામાં ખૂબ જ સુંદર અને ભાવુક ભાષણ આપ્યું હતું. તેમણે પોતાના ભાષણમાં 17 મુદ્દાઓની છણાવટ કરી હતી અને પોતાના ભાષણના અંતે તેમણે વિધાનસભાને ત્રણ સવાલ કર્યા..

1. સામાન્ય વ્યક્તિની લડતમાં વિધાનસભાના કયા કયા સભ્યો સાથે છે?
2. દેશમાં સાચી અને ઇમાનદાર રાજનીતિ કરવા માટે કોણ કોણ સાથે છે?
3. મેં હમણા જે 17 મુદ્દાઓ રાખ્યા તેની સાથે કયા કયા સભ્યો છે?

ત્યાર બાદ કેજરીવાલે ગૃહને વિશ્વાસ મત પાસ કરવા માટે આગ્રહ કર્યો...અને વોટિંગમાં આપમને બહુમતી મળી અને વિશ્વાસમત પાસ થઇ ગયો.

અરવિંદ કેજરીવાલનું વિધાનસભામાં ભાવુક અને શાલિન ભાષણ સાંભળઓ વીડિયોમાં...
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/B_XsLmvx8os" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
Aam Aadmi Party government wins vote of confidence in Delhi Assembly.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.