Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Abdul Kalam Birth Anniversary : વડાપ્રધાને પૂર્વ રાષ્ટ્રપતિ કલામને આપી શ્રદ્ધાંજલિ, 600 PMKSKનું કરશે ઉદ્ધાટન

વડાપ્રધાન મોદીએ આજે​પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે, આપણા પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામને શ્રદ્ધાંજલિ.

Abdul Kalam Birth Anniversary : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના પૂર્વ રાષ્ટ્રપતિ કલામને શ્રદ્ધાંજલિ આપી છે. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 ઓકટોબરના રોજ પીએમ કિસાન સમ્માન સંમેલન (PMKSK) નું નવી દિલ્હીના ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થાનના પરિસરમાં ઉદ્ધાટન કરશે. આ બે દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

આ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણના માધ્યમથી (PM-KISAN) 16,000 કરોડ રૂપિયા ખેડૂતો માટે જાહેર કરશે. ખેડૂતો માટે કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવેલી 12 મો હપ્તો હશે.

600 PM-KISAN સમૃદ્ધિ કેન્દ્રોનું ઉદ્ઘાટન

600 PM-KISAN સમૃદ્ધિ કેન્દ્રોનું ઉદ્ઘાટન

PM કિસાન સન્માન સંમેલનમાં PMO દ્વારા આજે ખેડૂતો માટે 12મા હપ્તાની રકમ (PM-KISAN યોજનામાંથી) રિલીઝ કરવા વિશેની માહિતી આપવામાં આવી હતી. PMO વતી, એવું કહેવામાં આવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રસાયણ અને ખાતર મંત્રાલય હેઠળના 600 પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો (PMKSK)નું પણ ઉદ્ઘાટન કરશે.

'વન નેશન વન ફર્ટિલાઇઝર' પ્રોજેક્ટ શરૂ કરાશે

'વન નેશન વન ફર્ટિલાઇઝર' પ્રોજેક્ટ શરૂ કરાશે

આ સાથે PMOએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન ઇન્ડિયન માસ ફર્ટિલાઇઝર પ્રોજેક્ટ - વન નેશન વન ફર્ટિલાઇઝરનું પણ લોકાર્પણ કરશે. આ સિવાય વડાપ્રધાન એગ્રીકલ્ચર સ્ટાર્ટઅપ કોન્ક્લેવ અને એક્ઝિબિશનનું પણ ઉદ્ઘાટન કરશે.

પૂર્વ રાષ્ટ્રપતિ કલામને શ્રદ્ધાંજલિ આપી

વડાપ્રધાન મોદીએ આજે​પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે, આપણા પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામને શ્રદ્ધાંજલિ. તેઓ એક વૈજ્ઞાનિક અને રાષ્ટ્રપતિ તરીકે આપણા દેશમાં તેમના યોગદાન માટે ખૂબ જ પ્રશંસનીય છે, જેમણે સમાજના દરેક વર્ગ સાથે તાલ મિલાવ્યો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X