For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્વદેશ પાછા આવ્યા બાદ વિંગ કમાંડર અભિનંદને કહી દિલને સ્પર્શી જતી વાત

અટારી બોર્ડર પર હાજર અમૃતસરના નાયબ કમિશ્નર શિવ દુલાર સિંહ ઢિલ્લોએ જણાવ્યુ કે સ્વદેશ પાછા આવવા પર અભિનંદનની પહેલી પ્રતિક્રિયા શું હતી.

|
Google Oneindia Gujarati News

વિંગ કમાંડર અભિનંદન વર્ધમાન શુક્રવારે રાતે લગભગ 9.15 વાગે સ્વદેશ પાછા આવ્યા. વાઘા-અટારી બોર્ડર પર પાકિસ્તાનીએ જાંબાઝ પાયલટને ઈન્ડિયન એરફોર્સને સોંપી દીધા. અભિનંદન પાછા આવ્યા બાદ સમગ્ર દેશમાં ખુશીની લહેર દોડી ગઈ. દરેક જણ અભિનંદનના પાછા આવવા પર ખુશી વ્યક્ત કરીને તેમનું સ્વાગત કરી રહ્યા હતા. દેશમાં ઉજવણીનો માહોલ હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત ઘણા રાજનેતાઓએ અભિનંદનના સ્વદેશ પાછા આવવા પર ખુશી વ્યક્ત કરી. વળી, દરેકની નજર અભિનંદન પર ટકી હતી અને લોકો તેમની એક ઝલક મેળવવા માટે આતુર હતા. વળી, અટારી બોર્ડર પર હાજર અમૃતસરના નાયબ કમિશ્નર શિવ દુલાર સિંહ ઢિલ્લોએ જણાવ્યુ કે સ્વદેશ પાછા આવવા પર અભિનંદનની પહેલી પ્રતિક્રિયા શું હતી.

પાકિસ્તાનથી પાછા આવ્યા વિંગ કમાંડર અભિનંદન

પાકિસ્તાનથી પાછા આવ્યા વિંગ કમાંડર અભિનંદન

કોટ અને ખાખી રંગનું પેન્ટ પહેરેલા વિંગ કમાંડર અભિનંદને ભારતની જમીન પર પગ રાખ્યા તો સમગ્ર દેશ ખુશીથી ઝૂમી ઉઠ્યો. અમૃતસરના નાયબ કમિશ્નર શિવ દુલાર સિંહ ઢિલ્લોએ જણાવ્યુ કે જાંબાઝ પાયલટ પોતાના દેશ પાછા આવવાથી ખુશ છે. શિવ દુલાર સિંહ ઢિલ્લોએ જણાવ્યુ કે સ્વદેશ પાછા આવવા પર અભિનંદને પહેલા સ્મિત કર્યુ અને બોલ્યા, ‘હું મારા દેશમાં પાછો આવીને ખુશ છુ.'

ભારતીય વાયુસેનાએ વિંગ કમાંડર અભિનંદનને રિસીવ કર્યા

ભારતીય વાયુસેનાએ વિંગ કમાંડર અભિનંદનને રિસીવ કર્યા

અટારી બોર્ડર પર ભારતીય વાયુસેનાએ વિંગ કમાંડર અભિનંદનને રિસી કર્યા આ દરમિયાન આર્મીના ઘણા અધિકારીઓ ત્યાં હાજર હતા. એર વાઈસ માર્શલ આરજેકે કપૂરે કહ્યુ કે અભિનંદન હવે અમારી પાસે છે. અમે તેમના પાછા આવવાથી ખૂબ ખુશ છીએ. એર માર્શલે જણાવ્યુ કે તેઓ પ્લેનમાંથી ઈજેક્ટ કરવામાં આવ્યા હતા માટે તેમની મેડીકલ ચેકઅપ માટે મોકલવામાં આવશે. વિંગ કમાંડરને અટારી બોર્ડરથી અમૃતસર લાવવામાં આવશે. જાણકારી અનુસાર અભિનંદન દિલ્લીમાં છે જ્યાં તેમનું મેડિકલ ચેકઅપ થવાનું છે.

પાકિસ્તાન તરફથી દસ્તાવેજી કાર્યવાહીના નામ પર મોડુ કરવામાં આવ્યુ

પાકિસ્તાન તરફથી દસ્તાવેજી કાર્યવાહીના નામ પર મોડુ કરવામાં આવ્યુ

આ પહેલા પાકિસ્તાન તરફથી દસ્તાવેજી કાર્યવાહી અધૂરી હોવાનો હવાલો આપીને અભિનંદનની મુક્તિમાં મોડુ કરવામાં આવ્યુ. પાકિસ્તાનના વિંગ કમાંડર અભિનંદનને ભારત પાછા લાવવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો. છેવટે પાકિસ્તાને નવ વાગે અભિનંદનને ભારતને સોંપવાની વાત કહી. સમગ્ર દેશની નજરો અભિનંદનના પાછા આવવા પર ટકેલી હતી. સવારથી જ ભારે સંખ્યામાં લોકો અટારી બોર્ડર પર જમા થયેલા હતા અને હાથોમાં ત્રિરંગો લઈને આ લોકો અભિનંદનની એક ઝલક મેળવવા માટે આતુર હતા. જો કે વારંવાર સમયમાં ફેરફાર કરવાના કારણે આ લોકોને પણ ઘણી રાહ જોવી પડી પરંતુ એ પળ છેવટે આવી ગઈ જેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

વિંગ કમાંડરે પાકિસ્તાનના એફ-16ને તોડી પાડ્યુ હતુ

વિંગ કમાંડરે પાકિસ્તાનના એફ-16ને તોડી પાડ્યુ હતુ

બુધવારે પાકિસ્તાની ફાઈટર પ્લેને ભારતીય વાયુસીમામાં ઘૂસણખોરી કરવાની કોશિશ કરી હતી. આ દરમિયાન ભારતીય વાયુસેનાએ પાકિસ્તાની ફાઈટર પ્લેનને લલકાર્યુ અને મિગ-21 ની કમાન સંભાળી રહેલા વિંગ કમાંડરે પોતાની કુશળતાનો પરિચય આપીને પાકિસ્તાનના જંગી વિમાન એફ-16ને તોડી પાડ્યુ હતુ. જો કે આ દરમિયાન આ મિગ ક્રેશ થઈ ગયુ અને અભિનંદન ઈજેક્ટ કરવા દરમિયાન સીમાપાર જઈ પહોંચ્યા હતા જ્યાંથી પાકિસ્તાને તેમને પકડી લીધા હતા. પરંતુ ભારતના સતત દબાણ કરાયા બાદ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને વિંગ કમાંડરને મુક્ત કરવાનું એલાન કર્યુ હતુ.

આ પણ વાંચોઃ વિંગ કમાંડર અભિનંદનની બાજુમાં ઉભેલી મહિલા કોણ છેઆ પણ વાંચોઃ વિંગ કમાંડર અભિનંદનની બાજુમાં ઉભેલી મહિલા કોણ છે

English summary
Abhinandan Varthaman after returning India, says- its good to be back in my country
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X