For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ABP-C Voter Survey: ઉત્તરાખંડમાં આ વખતે ભાજપને 23 સીટનું નુકસાન થઈ શકે

ABP-C Voter Survey: ઉત્તરાખંડમાં આ વખતે ભાજપને 23 સીટનું નુકસાન થઈ શકે

By Desk
|
Google Oneindia Gujarati News

દેશના 5 રાજ્યો ઉત્તર પ્રદેશ, મણિપુર, પંજાબ, ઉત્તરાખંડ અને ગોવામાં ચૂંટણીનું બિગૂલ વાગી ચૂક્યું છે. ચૂંટણી આયોગે આ પાંચેય રાજ્યોની ચૂંટણીની તારીખોનું પણ એલાન કરી દીધું છે. ચૂંટણીની તારીખોનું એલાન થતું જોઈ તમામ સમાચાર ચેનલ અને એજન્સીઓએ જનતાનો મૂડ ભાંપવાનો શરૂ કરી દીધો છે. આ કડીમાં એબીપી ન્યૂજ અને સીવોટરે ચૂંટણીની ઠીક પહેલાં ઉત્તરાખંડની જનતાનો મૂડ જાણવાની કોશિશ કરી, જેના આધાર પર અમુક અનુમાન રજૂ કર્યાં છે.

ABP-C Voter Survey

એબીપી સી વોટર સર્વેનું માનીએ તો ઉત્તરાખંડમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળશે. સર્વે મુજબ ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા હરીશ રાવતની લોકપ્રિયતામાં સતત વધારો થયો છે જ્યારે ભાજપી નેતા અને રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીની લોકપ્રિયતા જનતામાં ઘટી છે. હરિશ રાવતને આ વખતે રાજ્યની 37 ટકા જનતાનું સમર્થન મળતું જણાઈ રહ્યું છે, જ્યારે પુષ્કર સિંહ ધામીને 29 ટકા જનતાનું સમર્થન મળતું જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત આમ આદમી પારટીની ઉપસ્થિતિએ આ વખતેની ચૂંટણીને વધુ રોચક બનાવી દીધી છે.

સર્વેનું માનીએ તો ભાજપ અને કોંગ્રેસ બંને જ પાર્ટીઓએ પોતપોતાના ચૂંટણીલક્ષી કેમ્પેનમાં કોઈ કસર નથી છોડી, પરંતુ તેમ છતાં કોઈપણ પાર્ટીને પૂર્ણ બહુમતનો આંકડો નસિબ થતો નથી જોવા મળી રહ્યો. જણાવી દઈએ કે ઉત્તરાખંડમાં વિધાનસભાની 70 સીટ છે જેમાંથી 31-37 સીટ ભાજપને જ્યારે 31-36 સીટ કોંગ્રેસને જતી જણાઈ રહી છે. સર્વેમાં આમ આદમી પાર્ટીને 2થી 4 સીટ મળી રહી છે. જણાવી દઈએ કે ઉત્તરાખંડમાં પૂર્ણ બહુમત માટે કોઈપણ પાર્ટીએ 35 સીટનો આંકડો આંબવો પડશે.

જો પાર્ટીઓને મળતા વોટ શેરની વાત કરીએ તો ભાજપના વોટશેરમાં ઘટાડો નોંધાયો છે. સર્વે મુજબ 2017ના મુકાબલે ભાજપનો વોટશેર 46.5 ટકાથી નીચે સરકીને 38.6 ટકા પર આવી ગયો છે. જ્યારે કોંગ્રેસના વોટશેરમાં વધારો થયો છે. સર્વેનું માનીએ તો આ વખતેની ચૂંટણીમાં કોંગ્રેસનો વોટશેર વધીને 37.2 ટકા થઈ શકે છે, જો કે ભાજપને મળતો વોટશેર ભલે ઓછો થયો હોય પણ 2017માં પાર્ટીને મળેલ વોટશેરથી વધુ છે. ઉલ્લેખનીય છે કે 2017માં ભાજપને ઉત્તરાખંડમાં પ્રચંડ જીત મળી હતી.

English summary
ABP-C Voter Survey indicated vote share of BJP will reduce in uttarakhand
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X