For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ABP CVoter Exit Poll: ઉત્તરાખંડમાં ભાજપને ઝાટકો, કોંગ્રેસની સરકાર બનશે

ABP CVoter Exit Poll: ઉત્તરાખંડમાં ભાજપને ઝાટકો, કોંગ્રેસની સરકાર બનશે

|
Google Oneindia Gujarati News

ઉત્તરાખંડમાં થયેલ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને બહુમત મળી શકે છે. એબીપી ન્યૂજ અને સીવોટરે પોતાના એક્ઝિટ પોલમાં આ અનુમાન જતાવ્યું છે. એક્ઝિટ પોલ મુજબ રાજ્યમાં ભાજપની હાર થઈ રહી છે જ્યારે કોંગ્રેસની સત્તામાં વાપસી થઈ રહી છે. સર્વે કહે છે કે રાજ્યમાં કોંગ્રેસને 32થી 38 સીટ મળી શકે છે. મતલબ કે તે બહુમતનો આંકડો આંબી શકે છે. હાલ ઉત્તરાખંડમાં ભાજપની સરકાર છે.

uttarakhand exit poll

ઉત્તરાખંડમાં વિધાનસભાની 70 સીટ છે અને બહુમતનો આંકડો 36 છે. એબીપી અને સીવોટર મુજબ ભાજપને 26થી 32 સીટ જ્યારે કોંગ્રેસને 32થી 38 સીટ મળી શકે છે. એટલે કે કોંગ્રેસ બહુમતના જાદુઈ આંકડાને સ્પર્શી શકે છે. આમ આદમી પાર્ટીને 0-2 સીટ મળી શકે છે. રાજ્યમાં ભાજપને 41 ટકા, કોંગ્રેસને 39 ટકા, આમ આદમી પાર્ટીને 9 ટકા વોટ મળી રહ્યા છે.

જણાવી દઈએ કે ઉત્તરાખંડની તમામ 70 સીટો પર 14 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. ઉત્તરાખંડમાં આ ચૂંટણીમાં 63 ટકા વોટિંગ થયું છે. રાજ્યમાં ગત વિધાનસભા ચૂંટણી એટલે કે 2017માં થયેલ ઈલેક્શનની વાત કરીએ તો તેમાં ભાજપે એક તરફી જીત હાંસલ કરતાં સત્તા મેળવી હતી. રાજ્યની કુલ 70 સીટોમાં ભાજપને 57 સીટ જ્યારે કોંગ્રેસને 11 સીટ મળી હતી.

English summary
ABP CVoter Exit Poll: BJP will be defeated in Uttarakhand, Congress will form the government
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X