ગોવાઃ સત્તામાં વાપસી કરી શકે છે ભાજપ, સર્વેમાં 19-23 સીટો મળવાનુ અનુમાન
એબીપી ન્યૂઝ સી વોટરે એક સર્વે કર્યો છે જેમાં બધા રાજ્યોની અંદર ચૂંટણી માહોલને જાણવાની કોશિશ કરવામાં આવી છે.
નવી દિલ્લીઃ પાંચ રાજ્યોમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને એબીપી ન્યૂઝ સી વોટરે એક સર્વે કર્યો છે જેમાં બધા રાજ્યોની અંદર ચૂંટણી માહોલને જાણવાની કોશિશ કરવામાં આવી છે. જે પાંચ રાજ્યોમાં ચૂંટણી થવાની છે તેમાં ગોવા પણ શામેલ છે. ગોવામાં અત્યારે ભાજપની સરકાર છે અને ભાજપ સામે ગોવા ખૂબ મોટો પડકાર છે ત્યાં ફરીથી સત્તામાં કેવી રીતે વાપસી કરવી કારણકે ગોવામાં આમ આદમી પાર્ટી મોટા પડકાર આપતી દેખાઈ રહી છે.

ગોવામાં બની રહી છે કોની સરકાર?
એબીપી ન્યૂઝ સી વોટર સર્વેમાં સામે આવ્યુ છે કે ગોવામાં ભાજપની સરકાર ફરીથી સત્તામાં વાપસી કરી શકે છે. સર્વે મુજબ ગોવામાં ભાજપને 19-23 સીટો મળી શકે છે. વળી, આમ આદમી પાર્ટી ગોવામાં બીજી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી શકે છે. સર્વેમાં આપને 5-9 સીટો મળવાનુ અનુમાન બતાવવામાં આવ્યુ છે. વળી, કોંગ્રેસ પાર્ટીને સર્વેમાં 4-8 સીટો મળવાનુ અનુમાન બતાવવામાં આવ્યુ છે. વળી, સ્થાનિક પાર્ટી MGP+ને 2-6 સીટો મળવાનુ અનુમાન છે. તમને જણાવી દઈએ કે ગોવામાં કુલ 40 સીટો માટે ચૂંટણી થવાની છે.
ભાજપના વોટ શેર સૌથી વધુઃ સર્વે
એબીપી ન્યૂઝ સી વોટર સર્વે અનુસાર ગોવામાં વાત કરીએ વોટ શેરની તો ભાજપને 32 ટકા વોટ મળવાનુ અનુમાન છે. વળી, કોંગ્રેસને 20 અને આમ આદમી પાર્ટીને 22 ટકા વોટ મળવાનુ અનુમાન છે. અન્ય પક્ષોને 18 ટકા વોટ મળવાનુ અનુમાન છે. વળી, MGP+ને 8 ટકા વોટ મળી શકે છે.
2017માં કોંગ્રેસ હતી સૌથી મોટી પાર્ટી
વાત કરીએ ગોવામાં ગઈ ચૂંટણીની તો 2017માં ભાજપને 40 સીટોમાંથી 13 સીટો મળી હતી. જ્યારે કોંગ્રેસને 17 સીટો મળી હતી. આમ આદમી પાર્ટીનુ ખાતુ પણ ખુલી શક્યુ નહોતુ. મહારાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટીને ત્રણ સીટો મળી હતી.












Click it and Unblock the Notifications
