For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સર્વે: એક વર્ષ પછી પણ મોદી જ સૌના દિલોમાં રાજ કરે છે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 16 ઓગસ્ટ: સ્વતંત્રતા દિવસના બિલકૂલ એક દિવસ પહેલા એબીપી ન્યૂઝ-નીલ્સન સર્વેએ એક વર્ષની મોદી સરકારનો સર્વે રિપોર્ટ રજૂ કર્યો છે, જેના પગલે એક વર્ષ પછી પણ મોદી સરકાર લોકોના વિશ્વાસમાં અટલ છે, તેમને હજી પણ એટલો જ મોદી પર વિશ્વાસ છે જેટલો તેમને એક વર્ષ પહેલા હતો. આજે પણ વડાપ્રધાન પદ માટે મોદી જ જનતાની પહેલી પસંદ છે પરંતુ હા કેટલાક મુદ્દાઓ પર જેમકે ભ્રષ્ટાચાર અને મોંઘવારી પર લોકોનો ચોક્કસ વિશ્વાસ ડગ્યો છે.

narendra modi

આવો જાણીએ આ સર્વેની ખાસ વાતો...

  • દેશના 42 ટકા લોકોનું માનવું છે કે મોદી સરકાર આવવાથી દેશ અને દેશવાસિયોમાં કોઇ પરિવર્તન નથી થયું.
  • જ્યારે દેશના 41 ટકા લોકોનું કહેવું છે કે મોદી સરકારના આવવાથી તેમની લાઇફમાં સુધાર થયો છે.
  • 37 લોકોનું માનવું છે કે ભ્રષ્ટાચારના મુદ્દા પર મોદી સરકારે પોતાનું વચન પાળ્યું છે.
  • જ્યારે 59 ટકા લોકોનું કહેવું છે કે મોદી સરકાર પણ પાછલી સરકારોની જેમ અને તેમના પણ ઘણા મંત્રી આ મામલામાં લિપ્ત છે જ્યારે 4 ટકા લોકો આ મુદ્દા પર કંઇ નથી કહ્યું.
  • મોંઘવારીના મુદ્દા પર માત્ર 37 ટકા લોકોએ જણાવ્યું કે હા ઘટાડો થયો છે જ્યારે 67 ટકા લોકોનું કહેવું છે કે કોઇ ઘટાડો નથી થયો.
  • 52 ટકા જનતા મોદી સરકારથી ખુશ છે અને નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદ માટે દરેક રીતે બેસ્ટ માને છે.
  • જો આજે ચૂંટણી થાય છે તો પણ સરકાર ભાજપની જ બનશે.
  • આ સર્વે અમદાવાદ, બેંગલુરુ, દિલ્હી, હૈદરાબાદ, જયપુર, કોલકાતા, લખનઉ, લુધિયાના, મુંબઇ, પટણાના લોકો પર કરવામાં આવ્યો છે.
  • એબીપી-નિલસને દેશના 10 મોટા શહેરોમાં સર્વે કરાવ્યો છે જેમાં 3944 લોકોના મંતવ્યો લેવામાં આવ્યા છે.
  • આ સર્વે 8 ઓગસ્ટથી 10 ઓગસ્ટની વચ્ચે કરાવવામાં આવ્યો હતો.
  • જોકે મે મહિનામાં કરવામાં આવેલા સર્વેની તુલનામાં ઓગસ્ટમાં કરવામાં આવેલ સર્વેમાં મોદી સરકાર પ્રત્યે લોકોનું વલણ થોડું ઓછું થયું છે, પરંતુ વડાપ્રધાન તરીકે મોદી આજે પણ લોકોની પહેલી પસંદ છે.
English summary
PM Narendra Modi is best for PM Post said ABP News-Nielsen survey. The survey sample conducted in 10 urban cities serves as a statistically meaningful representation of the national whole.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X