For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉંમરના પુરાવા તરીકે સ્કૂલ સર્ટિફિકેટ જ માન્ય : સુપ્રીમ કોર્ટ

|
Google Oneindia Gujarati News

supreme court
નવી દિલ્હી, 22 સપ્ટેમ્બર : કિશોરવયના આરોપીઓની ઉંમર નિર્ધારીત કરવાના સંબંધ અઢળક કેસોને ધ્યાનમાં રાખતા દેશની સર્વોચ્ચ અદાલતે આદેશ કર્યો છે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર જ ઉંમરની ખરાઇ માટેનો પુરાવો માન્ય રહેશે આ પ્રમાણપત્રના રહેતા અન્ય તબીબી આકારણીની જરૂરીયાત નથી.

કોર્ટે પોતાના આદેશમાં ઉલ્લેખ કર્યો છે કે કિશોર આરોપીની ઉંમર સાથે સંબંધિત વિવાદ કાનૂન અંતર્ગત ઉંમર નિર્ધારણ પર તેના પૂર્વમાં આપવામાં આવેલ દિશાનિર્દેશ છતાં ઉભો થઇ રહ્યો છે.

ન્યાયમૂર્તિ કે.એસ રાધાકૃષ્ણન અને ન્યાયમૂર્તિ એ.કે. સીકરીએ આ ટિપ્પણી મધ્ય પ્રદેશ હાઇકોર્ટના આદેશને પડકારતી રણજીત ગોસ્વામીની અરજી પર સુનાવણી દરમીયાન કરી હતી. હાઇકોર્ટે ઉંમર નિર્ધારણ માટે શાળા છોડાયાના પ્રમાણપત્રના બદલે તબીબી આકારણીને માન્ય ગણાવ્યું હતું. જોકે સુપ્રીમ કોર્ટે એમપી હાઇકોર્ટના ચૂકાદાના વિરુદ્ધમાં ચૂકાદો આપ્યો હતો.

English summary
In a significant decision, the Supreme Court has held that in cases where conflicting opinions arise over a juvenile offender’s age, the school leaving certificate should find preeminence.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X