ઈન્દોરમાં રામ નવમીની ઉજવણી દરમિયાન અકસ્માત, 14 લોકોના મોત

Indore

નવી દિલ્હી : ઈન્દોર માટે રાજ નવમીનો તહેવાર ગોજારો સાબિત થયો છે. સામે આવી રહેલા અહેવાલો અનુસાર પુજા દરમિયાન સર્જાયેલી દુર્ઘટનામાં 14થી વધુ લોકોના જીવ ગયા છે. વિગતો અનુસાર, આ ઘટના સ્નેહનગર પાસે પટેલનગરમાં બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિરમાં હવન દરમિયાન બની છે. અહીં કન્યા પૂજન દરમિયાન માચડો ઘરાસાઈ થયો હતો. જેના કારણે 50 થી વધુ લોકો નીચે પટકાયા હતા. આ ઘટનામાં 14 લોકોના મોત થયા છે.

આ ઘટના બાદ મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ 13 લોકોના મોતની પુષ્ટિ કરી છે. આ પહેલા ઈન્દોરના કલેક્ટર ઈલૈયારાજાએ 12 લોકોના મોતની જાણકારી આપી હતી. બીજી તરફ ઘટના બાદ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મૃતકોને 5 લાખ અને ઘાયલોને 50 હજારના વળતરની જાહેરાત કરી છે. પ્રત્યક્ષદર્શીઓ અનુસાર, અકસ્માત જોઈને લાગે છે કે મૃત્યુઆંક વધી શકે છે.

અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. હાલ લોકોને બહાર કાઢીને હોસ્પિટલ ખસેડાયા છે. રાહત અને બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. બીજી તરફ અહીં ગેરકાયદે માચડો બનાવાયો હતો. આ મુદ્દે અનેક વખત પ્રશાસનને લેખિત ફરિયાદ પણ કરવામાં આવી છે.

દુર્ઘટનામાં 14 લોકોના મોત થયા છે અને મોટાભાગની મહિલાઓ છે. ઘાયલોને સારવાર માટે નજીકની એપલ હોસ્પિટલ ખસેડાયા છે. અહીંથી ગંભીર રીતે ઘાયલોને MY હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. અકસ્માતનો મૃત્યુઆંક વધી શકે છે. જો કે, પાણી ઓછું હોવાથી ઘણા લોકો ડુબવાથી બચ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X