મધ્ય પ્રદેશમાં બસ અને ટ્રક વચ્ચે ગોજારો અકસ્માત, 8 મજૂરોના મોત, 50 ઘાયલ
મધ્ય પ્રદેશમાં બસ અને ટ્રક વચ્ચે ગોજારો અકસ્માત, 8 મજૂરોના મોત, 50 ઘાયલ
ભોપાલઃ મધ્ય પ્રદેશથી વધુ એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે, અહીં ગુનામાં બુધવારે મોડી રાતે 60થી વધુ મજૂરોને ટ્રકે કચડી નાખ્યા, ઘટનામાં 8 મજૂરોના મોત થયા છે, જ્યારે 50થી વધુ મજૂર ઘાયલ થયા છે, ઘાયલોને સ્થાનિક જિલ્લા હોસ્પિટલમાં દાખળ કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે મજૂરો મહારાષ્ટરથી યૂપી જઈ રહ્યા હતા, પ્રાપ્ત જાણકારી મુજબ જે ટ્રકથી સવાર થઈ આ લોકો જઈ રહ્યા હતા તે ટ્રક એક સબ સાથે ટકરાઈ ગયો, જેમાં 8 મજૂરોના ઘટના સ્થળે જ મોત થયાં.

પ્રાપ્ત જાણકારી મુજબ ગુનાના કેંટ પોલીસ ્સટેશન વિસ્તાર પાસે રાતે દોડ વાગ્યે આ દુર્ઘટના થઈ, દુર્ઘટના થતા જ ટ્રકનો ડ્રાઈવર ઘટના સ્થળેથી ભાગી ગયો. અગાઉ યૂપીમાં પંજાબથી પગબાળા બિહાર જઈ રહેલા મજૂર રોડ અકસ્માતનો શિકાર થયા હતા. પંજાબથી 10 મજૂર પોતાના વતન બિહાર માટે નીકળ્યા હતા, પરતુ મુઝફ્ફરનગર- સહારનપુર સ્ટેટ હાઈવે પર બુધવારે મોડી રાતે તેઓ તેજ રફ્તારે આવેલી બસ નીચે કચડાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં 6 લોકોના મોત થયા જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા.
રોહાના ટોલ પ્લાઝા પાસે અકસ્માત થયો
આ બધા પગપાળા જઈ રહ્યા હતા, જિલ્લા સ્થિત ઘલૌલી ચેકપોસ્ટથી આગળ રોહાના ટોલ પ્લાઝા પાસે તેમનો અકસ્માત થયો, કહેવામાં આવી રહ્યું છે કે મૃત્યુ પામનાર બધા મજૂર બિહારના ગોપાલગંજ નિવાસી હતા, દુર્ઘટનામાં મરનારાઓની ઓળખ હરક સિંહ (51), તેમનો દીકરો વિકાસ (22), ગુડ્ડુ (18), વસુદેવ (22), હરીશ (28) અને વિરેન્દ્ર (28) તરીકે થઈ છે, હાલ પોલીસ મજૂરોના પરિવાર વાળાનો સંપર્ક કરવાની કોશિશમાં છે.












Click it and Unblock the Notifications
