For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશમાં વધ્યો ભ્રષ્ટાચાર, હવે ભ્રષ્ટ દેશોની યાદીમાં આ નંબરે છે ભારતઃ રિપોર્ટ

ભારતમાં ભ્રષ્ટાચાર વધી ગયો છે. દુનિયાભરના 180 દેશોની યાદીમાં ભારતનુ સ્થાન હવે 80મુ છે.

|
Google Oneindia Gujarati News

દુનિયાભરમાં ભ્રષ્ટાચાર એક મોટી મુસીબત બનેલુ છે. આને અટકાવવા માટે ભારતમાં પણ ઘણા ઉપાય કરવામાં આવ્યા પરંતુ તેમ છતાં આપણો દેશ આ મામલે બે ડગલા પાછો ખસી ગયો છે. આનો અર્થ કે ભારતમાં ભ્રષ્ટાચાર વધી ગયો છે. દુનિયાભરના 180 દેશોની યાદીમાં ભારતનુ સ્થાન હવે 80મુ છે. વૈશ્વિક સ્તરે ભ્રષ્ટાચાર અટકાવનારી સંસ્થા ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલ દ્વારા જારી ભ્રષ્ટાચાર ધારણા સૂચકાંક (સીપીઆઈ)માં આ પરિણામો સામે આવ્યા છે.

સાર્વજનિક ક્ષેત્રમાં વ્યાપેલા ભ્રષ્ટાચારના આધારે નક્કી કરવામાં આવી રેકિંગ

સાર્વજનિક ક્ષેત્રમાં વ્યાપેલા ભ્રષ્ટાચારના આધારે નક્કી કરવામાં આવી રેકિંગ

વિશેષજ્ઞો અને વેપારના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો મુજબ રિપોર્ટમાં કોઈ દેશ કે ક્ષેત્રની રેંકિંગ સાર્વજનિક ક્ષેત્રમાં વ્યાપેલા ભ્રષ્ટાચારના આધારે નક્કી કરવામાં આવી છે. ભારત સાથે આ રેંક પર ચીન, બેનિન, ઘાના અને મોરક્કો પણ છે. વળી, પડોશી દેશ પાકિસ્તાનની સ્થિતિ તો વધુ ખરાબ છે. આ દેશનો રેંક 120મો છે. ભારત ગયા વર્ષે 78માં સ્થાને હતુ પરંતુ આ વખતે બે ડગલા સરકી ગયુ છે.

અગ્રેસર છે ડેનમાર્ક અને ન્યૂઝીલેન્ડ

અગ્રેસર છે ડેનમાર્ક અને ન્યૂઝીલેન્ડ

યાદીમાં ડેનમાર્ક અને ન્યૂઝીલેન્ડ સંયુક્ત રીતે આગળ છે. ત્યારબાદ ફિનલેન્ડ, સિંગાપુર, સ્વીડન અને સ્વિત્ઝરલેન્ડનુ સ્થાન છે. સાતમાં સ્થાને નૉર્વે, આઠમાં સ્થાને નેધરલેન્ડ અને નવમાં સ્થાને જર્મની અને લગ્ઝમબર્ગ છે. રિપોર્ટને જારી કર્યા બાદ ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલે કહ્યુ કે એ દેશોમાં ભ્રષ્ટાચાર વધુ છે જ્યાં ચૂંટણી દરમિયાન મોટાપાયે પૈસાનો ઉપયોગ થાય છે અને જ્યાં સરકારો અમીર અને વગદાર લોકોનુ જ સાંભળે છે.

ભ્રષ્ટાચાર પર લગામ કેમ બની મુશ્કેલ?

ભ્રષ્ટાચાર પર લગામ કેમ બની મુશ્કેલ?

બિન સરકારી એજન્સીએ કહ્યુ કે ભ્રષ્ટાચાર પર લગામ લગાવવી એટલા માટે પણ મુશ્કેલ બની ગઈ છે કારણકે ભારત અને ઓસ્ટ્રેલિયા જેવા લોકતાંત્રિક દેશોમાં મોટા કૉર્પોરેટ જૂથો રાજકીય દળોને અનુચિત અને અપારદર્શી રીતે પૈસા આપીને નિયમોને પ્રભાવિત કરે છે. આ રિપોર્ટનો ઉદ્દેશ્ય ભ્રષ્ટાચાર વિરોધી કાયદાઓને મજબૂત કરવાનો, ભ્રષ્ટાચારના વિરોધમાં નાગરિકોનો અવાજ સશક્ત કરવાનો અને સમાજને આર્થિક સુરક્ષા આપવાનો છે. યાદીમાં સૌથી નીચો રેન્ક મેળવનાર દેશોમાં અફઘાનિસ્તાન (173), યમન (177), સીરિયા (178), દક્ષિણી સૂડાન (179) અને સોમાલિયા (180) છે.

આ પણ વાંચોઃ 'પંગા' ફિલ્મ રિવ્યુઃ સશક્ત દિગ્દર્શન અને અભિનયથી બનેલી સપના સાકાર કરવાની કહાનીઆ પણ વાંચોઃ 'પંગા' ફિલ્મ રિવ્યુઃ સશક્ત દિગ્દર્શન અને અભિનયથી બનેલી સપના સાકાર કરવાની કહાની

English summary
According to a report, India ranked 80 in corruption perception index among 180 countries.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X