NCRB રિપોર્ટઃ ખેડૂતોથી વધુ બેરોજગાર અને સ્વરોજગાર લોકો કરી રહ્યા છે આત્મહત્યા
રાષ્ટ્રીય ગુના રેકોર્ડ બ્યૂરો (NCRB)એ એક ચોંકાવનારો રિપોર્ટ રજૂ કર્યો છે જેમાં એ કહેવામાં આવ્યુ છે કે વર્ષ 2018માં આત્મહત્યા કરનારામાં ખેડૂતોથી વધુ બેરોજગારો અને સ્વરોજગાર લોકો શામેલ છે. રિપોર્ટ કહે છે કે વર્ષ 2018માં સરેરાશ 35 બેરોજગાર અને 36 સ્વરોજગાર લોકોએ રોજ આત્મહત્યા કરી છે. આ વર્ષે માત્ર આ બે શ્રેણીમાં 26,085 કેસ આત્મહત્યાના નોંધવામાં આવ્યા છે કે જે એક ચિંતાજનક વિષય છે.

ખેડૂતોથી વધુ બેરોજગાર અને સ્વરોજગાર લોકો કરી રહ્યા છે આત્મહત્યા
રાષ્ટ્રીય ગુના રેકોર્ડ બ્યુરોએ જે આંકડા રજૂ કર્યા છે તે અનુસાર 13,149 સ્વરોજગાર કરનારા અને 12,936 બેરોજગારોએ પોતાનો જીવ આપી દીધો છે જ્યારે આ દરમિયાન 10,349 ખેડૂતોએ આત્મહત્યા કરી છે.

ઘરેલુ મહિલાઓમાં આત્મહત્ય કરવાની પ્રવૃત્તિ વધી રહી છે...
વળી, આંકડા એ પણ કહે છે કે ઘરેલુ મહિલાઓમાં આત્મહત્યા કરવાની પ્રવૃત્તિમાં વધારો થયો છે, આ એક ચિંતાજનક વિષય છે. આંકડા કહી રહ્યા છે કે વર્ષ 2018માં 42,391 મહિલાઓએ પોતાના જીવ આપી દીધા જેમાંથ 54.1 ટકા એટલે કે 22,937 ગૃહિણી હતી.

સૌથી વધુ આત્મહત્યાના કેસ મહારાષ્ટ્રમાં...
જ્યારે દેશમાં સૌથી વધુ આત્મહત્યાના કેસ મહારાષ્ટ્રમાં નોંધવામાં આવ્યા છે. અહીં 17,972 આત્મહત્યાના કેસ સામે આવ્યા છે જ્યારે તમિલનાડુ આ કેસમાં નંબર બેના સ્થાને છે, જ્યારે પશ્ચિમ બંગાળ ત્રીજા, મધ્ય પ્રદેશ ચોથા અને કર્ણાટક પાંચમાં નંબરે છે. અહીં ક્રમશઃ 13,896, 13,255, 11,775 અને 11,561 આત્મહત્યાના કેસ નોંધવામાં આવ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે પ્રતિ લાખ જનસંખ્યામાં મૃત્યુદરમાં પણ 0.3 ટકાનો વધારો થઈ રહ્યો છે.
આ પણ વાંચોઃ ગુડિયા ગેંગરેપઃ પ્રાઈવેટ પાર્ટમાં નાખી હતી મિણબત્તી-કાચની બોટલ, 6 વર્ષ બાદ મળ્યો ન્યાય