For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: જજની સામે ગળું કાપ્યું, બૂટમાં બ્લેડ સંતાડ્યું હતું

ઉત્તરપ્રદેશના એટા જિલ્લામાં દુષ્કર્મ કર્યા પછી માસૂમની હત્યા કરવાના આરોપીને કોર્ટમાં રજુ કરવામાં આવી રહ્યો હતો.

|
Google Oneindia Gujarati News

ઉત્તરપ્રદેશના એટા જિલ્લામાં દુષ્કર્મ કર્યા પછી માસૂમની હત્યા કરવાના આરોપીને કોર્ટમાં રજુ કરવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન કોર્ટ પરિસરમાં આરોપીએ બ્લેડથી પોતાનું ગળું કાપી નાખ્યું. જલ્દી જલ્દીમાં પોલીસે તેને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાવ્યો, જ્યાંથી તેને આગ્રા રેફર કરવામાં આવ્યો છે. આ ઘટના પછી કોર્ટ પરિસરમાં હડકંપ મચી ગયો છે.

આ પણ વાંચો: જેલમાં કેદી કરી રહ્યા છે 'સીએમ' બટાટાની ખેતી, એક બટાટાનું વજન 1 kg

શુ છે મામલો

શુ છે મામલો

આ મામલો એટાના ઍડ઼ીજે કોર્ટનો છે. આપને જણાવી દઈએ કે 16 એપ્રિલ 2018 દરમિયાન લગ્ન સમારોહમાં 7 વર્ષના માસૂમ સાથે દુષ્કર્મ અને હત્યાના આરોપમાં શીતલપુર નિવાસી સોનુની ધરપકડ કરીને તેને જેલમાં મોકલવામાં આવ્યો હતો. શુક્રવારે પોલીસ તેને કોર્ટમાં હાજરી માટે લઈને આવી હતી. કોર્ટમાં હાજરી દરમિયાન તેને જેલમાં બીમારીની દવા નહીં મળવાની વાત કહીને હંગામો કરવાનું ચાલુ કરી દીધું.

બ્લેડથી ગળું કાપ્યું

બ્લેડથી ગળું કાપ્યું

આપને જણાવી દઈએ કે સોનુએ બૂટમાં રાખેલા બ્લેડથી પોતાનું ગળું કાપી લીધું. આ ઘટનાથી કોર્ટ પરિસરમાં હડકંપ મચી ગયો. જલ્દી જલ્દીમાં પોલીસે તેને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાવ્યો. જિલ્લા હોસ્પિટલમાં ડોકટરોએ તેની સ્થિતિ ગંભીર જણાવતા તેને આગ્રામાં રેફર કર્યો. પોલીસ હાલમાં તેની હાલત સારી છે તેવું જણાવી રહી છે.

40 રૂપિયામાં બ્લેડ ખરીદ્યું હતું

40 રૂપિયામાં બ્લેડ ખરીદ્યું હતું

સોનુ અનુસાર તેને આ બ્લેડ જેલમાંથી 40 રૂપિયામાં ખરીદ્યું હતું. કોર્ટમાં હાજર થતા પહેલા તેને આ બ્લેડ બૂટમાં સંતાડ્યું હતું. આપને જણાવી દઈએ કે જેલના કેડી પાસથી બ્લેડ મળ્યા અને ગળું કાપ્યાના મામલા પછી જેલની સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉઠવા લાગ્યા છે.

English summary
accused has bitten his throat in the court
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X