For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જેલમાં કેદી કરી રહ્યા છે 'સીએમ' બટાટાની ખેતી, એક બટાટાનું વજન 1 kg

યુપીના એટા જિલ્લાની જેલમાં કેદીઓ હવે હાઈટેક ખેડૂતો બની ગયા છે. જેલમાં કેદીઓને જૈવિક ખેતીની તાલીમ આપ્યા પછી, કેદીઓની મહેનત રંગ લાવી અને તેમનો પાક જોઈ તેમની ખુશીનો પાર ન રહ્યો હતો

|
Google Oneindia Gujarati News

યુપીના એટા જિલ્લાની જેલમાં કેદીઓ હવે હાઈટેક ખેડૂતો બની ગયા છે. જેલમાં કેદીઓને જૈવિક ખેતીની તાલીમ આપ્યા પછી, કેદીઓની મહેનત રંગ લાવી અને તેમનો પાક જોઈ તેમની ખુશીનો પાર ન રહ્યો હતો, તો ત્યાં બટાટાના વધુ ઉત્પાદનને જોઈ જેલ અધિકારીઓએ તેમની મહેનતની પ્રશંસા કરી રહ્યા છે. જૈવિક ખેતી દ્વારા કરવામાં આવેલા બટાટાના ઉત્પાદનમાં એક બટાટાનું વજન એક કિલો સુધીનું છે.

organic farming

બટાટાનું નામ 'સીએમ'

જીલ્લાની જેલના કેદીઓએ જૈવિક ખેતી દ્વારા બટાટાનો પાક તૈયાર કર્યો છે. ચાર મહિના કેદીઓને આપવામાં આવેલી તાલીમ પછી, હવે કેદીઓના ચહેરા પર ખુશીની લહેર છે. જીલ્લા જેલમાં આ કેદીઓએ જૈવિક ખેતીની કુશળતા શીખીને જૈવિક ખેતી કરવાનું શરૂ કર્યું છે. તેમણે તેમના બટાટાને 'સીએમ' નામ આપ્યું છે. સીએમ બટાકાનો પાક સમગ્ર જીલ્લાના ખેડૂતો માટે ચર્ચાનો વિષય બન્યો છે.

organic farming

કેદી બન્યા હાઈટેક ખેડૂત

આ કેદીઓ કે જેઓ જુદા જુદા ફોજદારી કેસોમાં સજા ભોગવતા હતા તેઓ હવે ખેડૂતો બની ગયા છે. જિલ્લા જેલની લગભગ 5 એકર જમીન પર ત્યાંના 25 થી 30 કેદીઓ દરરોજ 5-6 કલાકની ખેતી કરતા હતા અને તેમની સખત મેહનત રંગ લાવી. સીએમ બટાટાની બમ્પર ઉપજ સાથે કેદીઓ ખુબ ખુશ છે. બટાટાના વધુ ઉત્પાદનથી કેદીઓ માટે હવે બહારથી બટાટા મંગાવાની જરૂર નથી. આરોગ્યની દૃષ્ટિએ અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે અને કેદીઓ હાઈટેક ખેડૂતો બની ગયા છે.

English summary
Etah district jail prisoner organic farming
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X