Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

વીડિયો: ડ્રાય ફ્રૂટ્સ વેચી રહેલા કાશ્મિરી યુવકની ભગવાધારીઓએ પીટાઈ કરી

ઉત્તરપ્રદેશની રાજધાની લખનવનો એક વીડિઓ હાલમાં સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

ઉત્તરપ્રદેશની રાજધાની લખનવનો એક વીડિઓ હાલમાં સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ વીડિયોમાં રસ્તા કિનારે રાય ફ્રૂટ્સ વેચી રહેલા ત્રણ કાશ્મીરી યુવકોને ભગવા રંગના કપડાં પહેરેલા યુવકો થપ્પડ મારી રહ્યા છે. તેની સાથે સાથે તેમને ગાળો આપતા દંડાથી તેમની પીટાઈ પણ કરી રહ્યા છે. આ ઘટનાનો વીડિયો પણ બનાવવામાં આવ્યો. વીડિયો વાયરલ થયા પછી પોલીસે આ મામલો ધ્યાનમાં લેતા એક આરોપીની ધરપકડ કરી છે.

Lucknow

કાશ્મીરના રલોગા નિવાસી અફઝલ નાઈકે મીડિયાને જાણકારી આપતા જણાવ્યું કે વજીરગંજના ગોલાગંજ વિસ્તારમાં રહીને રસ્તા પર તેઓ ડ્રાય ફ્રૂટ્સ વેંચતા હતા. રોજ મુજબ બુધવારની સાંજે અફઝલ પોતાના બે સાથીઓ સાથે ડાલીગંજ પુલ પર ડ્રાય ફ્રૂટ્સ વેચી રહ્યો હતો. તે દરમિયાન કારમાં સવાર ત્રણથી ચાર લોકો નીચે ઉતાર્યા અને તેમની પીટાઈ શરુ કરી દીધી. પીટાઈ કરતા લોકોએ ભગવા રંગના ગમછા અને કુર્તા પહેર્યા હતા. તેમને અફઝલ અને તેના સાથીઓ પર શંકાનો આરોપ લગાવીને તેમની પીટાઈ કરવાની શરુ કરી દીધી.

આ પણ વાંચો: વીડિયો: પ્રપોઝ કરતા જ છોકરીઓએ છોકરાની લાતોથી પીટાઈ કરી

આ દરમિયાન સ્થાનીય લોકો ત્યાં પહોંચી ગયા અને તેમને કાશ્મીરી યુવકોને બચાવ્યા. સૂચના મળતા હસનગંજ ચોકીની પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ. પોલીસે વાયરલ વીડિયો અને પીડિતની ફરિયાદ પર અજ્ઞાત આરોપીઓ સામે કેસ નોંધીને આખા મામલે તપાસ શરુ કરી દીધી છે. આપને જણાવી દઈએ કે વીડિયોના આધારે પોલીસે એક આરોપી બજરંગ સોનકરની ધરપકડ કરી લીધી છે. લખનવ પોલીસ ઘ્વારા જણાવવામાં આવ્યું કે જો અરાજકતા ફેલાવવામાં આવી, તો મોટી કાર્યવાહી કરવામાં આવશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X