• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો: નરેન્દ્ર મોદી સરકારની એક વર્ષમાં અનેક સિદ્ધિઓ

|

વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ 26 મે 2014 ના રોજ શપથ ગ્રહણ કરી હતી. આજે આ વાતને એક વર્ષ થશે. ચારો તરફથી "મોદી મોદી"ના એ નારાને જરા યાદ કરો જેને મતોની સુનામી લાવીને ભારે બહુમત સાથે નરેન્દ્ર મોદીને દેશના વડાપ્રધાન બનાવ્યા હતા.

દેશના એક મોટા હિસ્સાનો તે દાવો છે કે નરેન્દ્ર મોદીના એક વર્ષના કાર્યકાળે દેશનું ભાવિ સદ્ધર કર્યું છે. લોકોનું કહેવું છે કે નરેન્દ્ર મોદીની સરકાર ખાલી એક જ વર્ષ પૂરું કર્યું છે. હજી ચાર વર્ષ બાકી. અને કોઇ પણ પાર્ટીને ચૂંટણીના વાયદાને પૂરા કરતા પાંચ વર્ષ લાગે છે. આવામાં મોદી સરકારન અસફળ રહી તેવું કહેવું થોડુંક જલ્દી છે.

પણ હા આ એક વર્ષમાં સરકારની નિતી ખરેખરમાં સારું કામ કરવાની છે કે નહીં તે તો જરૂરથી પારખી શકાય છે. તો શું ખરેખરમાં મોદીએ સારું કામ કર્યું છે. તે જાણો આ ફોટો સ્લાઇડરમાં...

જન ધન યોજના

જન ધન યોજના

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જન ધન યોજના લોન્ચ કરી. આ યોજના હેઠળ શહેરથી લઇને ગામ સુધી અનેક પરિવારોએ બેંકમાં ખાતા ખોલ્યા. આ યોજના હેઠળ સબસીડીના નાણાં સીધા ગરીબના બેંક અકાઉન્ટમાં જવા લાગ્યા. વધુમાં દરેક અકાઉન્ટમાં પાંચ હજાર રૂપિયાની ઓવરડ્રાફ્ટ સુવિધા પણ છે.

બેટી બચાવો બેટી પઢાવો અભિયાન

બેટી બચાવો બેટી પઢાવો અભિયાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કન્યા ભ્રૂણહત્યાને દેશ માટે માનસિક બિમારી કહી. વધુમાં તેમણે 23 જાન્યુઆરીએ બેટી બચાવો બેટી પઢાવો અભિયાન શરૂ કર્યું. આ યોજના હેઠળ 10 વર્ષ સુધીની દીકરીઓ માટે મા-બાપ 1000 થી લઇને દોઢ લાખ સુધી રૂપિયા બેંકમાં જમા કરાવી શકે છે. અને દિકરીનું ભવિષ્ય ઉજ્જવળ કરી શકે છે.

મેક ઇન ઇન્ડિયા

મેક ઇન ઇન્ડિયા

દેશના ઉત્પાદન ક્ષેત્રમાં નવા પ્રાણ ફૂંકવા માટે અને વધુમાં વધુ વિદેશી રોકાણ વધારવા માટે આ અભિયાનની શરૂઆત કરવામાં આવી. વધુમાં વિશ્વ બેંકના લીસ્ટમાં વેપાર માટે સરળ દેશોના લીસ્ટમાં હાલ જે ભારતનું 134નું સ્થાન છે તેના બદલે 50માં સ્થાને આવવાનું લક્ષ રાખવામાં આવ્યું છે.

મુદ્રા બેંક

મુદ્રા બેંક

લધુ ઉદ્યોગોના પ્રાણવાયુ સમાન આ યોજના દ્વારા એક ક્રાંતિકારી પગલું ભરવામાં આવ્યું છે. આ યોજના હેઠળ 10 લાખ રૂપિયા સુધીની સરળ લોન મેળવી શકાય છે. ત્રણ અલગ અલગ સ્તર પર લોન આપવામાં આવશે.

સ્વચ્છ ભારત અભિયાન

સ્વચ્છ ભારત અભિયાન

2 ઓક્ટોબરે ગાંધીજીના સ્વપ્ન સમાન અભિયાન સ્વચ્છ ભારતની શરૂઆત થઇ. જેમાં બધા જ આમ-ખાસને આ અભિયાનમાં જોડાવા માટે અપીલ કરવામાં આવી. પાંચ વર્ષમાં ભારતને સ્વચ્છ કરવાનું આ અભિયાનનું લક્ષ છે.

જીવન જ્યોતિ વિમા યોજના અને વડાપ્રધાન સુરક્ષા વિમા યોજના

જીવન જ્યોતિ વિમા યોજના અને વડાપ્રધાન સુરક્ષા વિમા યોજના

જીવન જ્યોતિ વિમા યોજના હેઠળ બે લાખ રૂપિયાનો જીવન વિમા મળશે. જ્યારે સુરક્ષા વિમા યોજના હેઠળ બે લાખ રૂપિયા સુધીનો દુર્ધટના વિમો મળશે. આ બન્ને યોજનાઓનો લાભ કોઇ પણ બેંકનો ખાતાધારક ઉઠાવી શકે છે.

અટલ પેન્સન યોજના

અટલ પેન્સન યોજના

અટલ પેન્સન યોજના તે બેંક ખાતેદારો માટે છે જેમની કમાણી ટેક્સ યોગ નથી અને જે અન્ય સંવૈધાનિક સામાજિક સુરક્ષા યોજનાથી જોડાયેલા નથી. આ યોજના હેઠળ કોઇ પણ વ્યક્તિ એક હજારથી પાંચ હજાર રૂપિયા સુધીનું માસિક પેન્શન મેળવી શકે છે.

ઓસ્ટ્રેલિયાની યૂરેનિયમ ડિલ

ઓસ્ટ્રેલિયાની યૂરેનિયમ ડિલ

ઓસ્ટ્રેલિયાના વિદેશ પ્રવાસ દ્વારા વડાપ્રધાને ઓસ્ટ્રેલિયા જોડે પાંચ વર્ષ સુધી યુરેનિયમ આપવાનો કરાર કર્યો. આ ઉપરાંત નશીલા પદાર્થોના વેપાર પર અંકુશ, સામાજિક સુરક્ષા, પર્યટન જેવા વિષયો પર પણ મહત્વનો કરાર થયા. ટોની અબોટે કહ્યું કે "ભારત સુપર પાવર તરીકે ઉભરી રહ્યું છે"

22 અરબ ડોલરની ડિલ

22 અરબ ડોલરની ડિલ

ચીનની વિદેશ યાત્રા બાદ ચીને ભારત જોડે 22 અરબ ડોલરના 21 કરારો કર્યો. વધુમાં મોદીએ અત્યાર સુધી જેટલી પણ વિદેશ યાત્રાઓ કરી છે તે ભારત માટે સારો વેપાર લઇને આવી છે.

યમન

યમન "ઓપરેશન રાહત"

ભારતને "વ્હાઇટ નાઇટ" ઉપનામ મળ્યું આ યમન ઓપરેશન બાદ. પહેલીવાર કોઇ દેશે આટલી મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો સાથે વિદેશી નાગરિકોને યુદ્ધ ભૂમિથી નીકાળ્યા. લગભગ અમેરિકા, બ્રિટન જેવા 26 દેશોના 4000 વિદેશી નાગરિકોને ભારતને સફળતા પૂર્વક બહાર નીકાળ્યા. અને આ માટે વિશ્વભરના અનેક લોકોએ ભારતીય સૈન્ય અને ભારત સરકારનો આભાર માન્યો.

નેપાળ ઓપરેશન મૈત્રી

નેપાળ ઓપરેશન મૈત્રી

નેપાળમાં થયેલા ભયાનક ભૂંકપના ગણતરીના કલાકોમાં ભારત સરકારે ઓપરેશન મૈત્રી શરૂ કરીને નેપાળમાં ફસાયેલા લોકોને અથાગ મદદ કરી. જે માટે નેપાળ જ નહીં પૂરી દુનિયાએ મોદી સરકારના વખાણ કર્યાં.

English summary
Saal ek, shuruaat anek (one year, many starts). That's one of the slogans the Narendra Modi government has coined to celebrate its achievements and mark its first anniversary, which falls on May 26. Here are the achievements of Narendra Modi govt.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more