
જાણીતી અભિનેત્રીએ તમિલનાડુના પૂર્વ મંત્રી મણિકંદન પર લગાવ્યો યૌન શોષણનો આરોપ, પુરાવા માટે પોલિસને આપ્યા ફોટા
ચેન્નઈઃ ભારતીય મૂળની મલેશિયાઈ મહિલા અને તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રીએ તમિલનાડુના પૂર્વ મંત્રી અને અન્નાદ્રમુક(AIADMK)ના નેતા ડૉ. મણિકંદન પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. તમિલ અભિનેત્રીએ પોતાની ફરિયાદમાં કહ્યુ છે કે પૂર્વ મંત્રી મણિકંદને છેલ્લા 5 વર્ષોથી તેનુ યૌન શોષણ કર્યુ છે. અભિનેત્રીએ પોતાની ફરિયાદમાં મણિકંદન પર છેતરપિંડી, બ્લેકમેલ કરવા અને યૌન શોષણ જેવા ગંભીર આરોપ લગાવ્યા છે. 36 વર્ષની આ અભિનેત્રીએ આ ફરિયાદ ચેન્નઈ પોલિસને કહી છે. અભિનેત્રીએ કહ્યુ છે કે તે સૂચના અને પ્રોદ્યૌગિકી મંત્રી સાથે 2017માં રિલેશનમાં હતી.
અભિનેત્રીનો દાવો - ગર્ભપાત માટે નેતાએ કરી મજબૂર
'ધ હિંદુ'ના રિપોર્ટ મુજબ નેતા મણિકંદન પર અભિનેત્રીએ આરોપ લગાવ્યો છે કે નેતા પહેલા લગ્નનુ વચન આપીને તેનુ યૌન શોષણ કરતો રહ્યો અને ગર્ભવતી થયા બાદ તેને છોડી દીધી. અભિનેત્રીએ આરોપ લગાવ્યો છે કે તેણે નેતા મણિકંદન પર જ્યારે લગ્ન કરવા માટે દબાણ કર્યુ તો તેણે મલેશિયામાં તેના અને તેના પરિવારના સભ્યોને ધમકી આપી. મહિલાએ એ પણ આરોપ લગાવ્યો છે કે મણિકંદને તેને ગર્ભપાત કરાવવા માટે પણ મજબૂર કરી હતી.
આરોપ - જાનથી મારવાની મંત્રીએ અભિનેત્રીને આપી ધમકી
સ્થાનિક રિપોર્ટ અનુસાર અભિનેત્રીએ ચેન્નઈ પોલિસને મણિકંદન સાથે પોતાના સંબંધોને સાબિત કરતા ફોટા પણ આપ્યા છે. મહિલાએ આરોપ લગાવ્યો કે પૂર્વ મંત્રીએ ધમકી આપી કે જો તે પોલિસ પાસે જશે અને તેની સામે ફરિયાદ નોંધાવશે તો તે તેના પ્રાઈવેટ ફોટા ઑનલાઈન લીક કરી દેશે. મહિલાએ એ પણ આરોપ લગાવ્યો છે કે મણિકંદને તેનુ યૌન શોષણ કર્યુ અને જ્યારે તે ગર્ભવતી થઈ, તો તેણે પોતાના બાળકનો ગર્ભપાત કરાવવા માટે જબરદસ્તી કરી. ફરિયાદ મુજબ મંત્રી પર કૉન્ટ્રાક્ટ કિલરને હાયર કરીને તેને જાનથી મારવાની ધમકી આપવાનો પણ આરોપ છે.
કેવી રીતે થઈ અભિનેત્રી સાથે મુલાકાત
પોતાના વકીલ શાંતિની થેવા સાથે અભિનેત્રીએ ચેન્નઈમાં પોલિસ કમિશ્નર પાસે જઈને કેસ નોંધાવ્યો. બાદમાં ફરિયાદની એક કૉપી મીડિયાને પણ આપવામાં આવી. જેમાં લખ્યુ છે કે અભિનેત્રીએ ફિલ્મ નડોડિગલમાં અભિનય કર્યો અને જ્યારે તે મલેશિયાઈ પર્યટન માટે કામ કરી રહી હતી ત્યારે ઘણીવાર શહેરની મુલાકાત લેતી હતી. મણિકંદનનો પરિચય અભિનેત્રી સાથે 2017માં થયો હતો જ્યારે તે સૂચના પ્રોદ્યોગિકી મંત્રી હતા અને પછી તેમણે મલેશિયામાં રોકાણ કરવાના બહાને તેની સાથે દોસ્તી કરી. થોડા દિવસોની અંદર જ મણિકંદને પરિણીત હોવા છતા પણ લગ્ન માટે તેને પૂછ્યુ. અભિનેત્રીએ કહ્યુ કે અમે બંને બસંતનગરમાં એક ઘરમાં જ રહેતા હતા અને જ્યારે મંત્રી શહેરમાં રહેતા હતા ત્યારે તે તેની સાથે રહેતા હતા. અભિનેત્રીએ કહ્યુ કે બંનેએ એક કપલની જેમ ઘણી જગ્યાએ સાથે ટ્રાવેલ કર્યુ હતુ.