ફિલ્મ ઇન્ડસ્ટ્રી કાસ્ટિંગ કાઉચ અંગે અભિનેત્રીએ દર્દ વ્યક્ત કર્યું

Posted By:
Subscribe to Oneindia News

ભારતમાં બોલિવૂડ પછી હવે ટોલિવૂડમાં કામ કરી રહેલી મહિલાઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં થઇ રહેલા યૌન ઉત્પીડન અને કાસ્ટિંગ કાઉચ અંગે પોતાનો અવાઝ ઉઠાવી રહ્યા છે. આ જુનિયર મહિલા કલાકારો ઘ્વારા ટોલિવૂડમાં ચાલી રહેલી કાળી કરતૂતો લોકોની સામે લાવી છે. અભિનેત્રી સંધ્યા નાયડુ ઘ્વારા જણાવવામાં આવ્યું કે ટોલિવૂડ ફિલ્મોમાં થોડા નાના રોલ માટે અભિનેત્રીનું યૌન ઉત્પીડન કરવામાં આવે છે. તેમને પોતાની સાથે સુવા માટે બોલાવવામાં આવે છે.

સંધ્યા નાયડુનો ચોંકાવનારો ખુલાસો

સંધ્યા નાયડુનો ચોંકાવનારો ખુલાસો

અભિનેત્રી શ્રી રેડ્ડી ઘ્વારા આયોજિત એક ઇવેન્ટમાં ટોલિવૂડની લગભગ 15 જુનિયર મહિલા કલાકારો ઘ્વારા ફિલ્મ ઇન્ડસ્ટ્રી ની કાળી કરતૂતો જણાવવામાં આવી. છેલ્લા 10 વર્ષોથી કામ કરી રહેલી અભિનેત્રી સંધ્યા નાયડુએ મહિલાઓ સાથે થઇ રહેલા ખોટા વ્યવહાર વિશે જણાવ્યું. તેમને જણાવ્યું કે ફિલ્મમાં નાનકડા રોલ માટે પણ ડાયરેક્ટર અને ફિલ્મના બાકીના લોકો સેક્સ્યુઅલ ફેવર માંગે છે. નાયડુએ કહ્યું કે મને ફિલ્મમાં વધારે માતા અને આંટીનો રોલ મળે છે. શૂટિંગ વાળી જગ્યા પર સવારે મને આંટી કહે છે અને રાત્રે મને પોતાની સાથે સુવા બોલાવે છે.

17 વર્ષના છોકરાઓ પણ ગંદો વ્યવહાર કરે છે

17 વર્ષના છોકરાઓ પણ ગંદો વ્યવહાર કરે છે

આ મહિલા કલાકારો ઘ્વારા જણાવવામાં આવ્યું કે 17 વર્ષના છોકરાઓ જેઓ આસિસ્ટન્ટ અથવા ટેક્નિશિયન હોય છે તેઓ પણ આવો ગંદો વ્યવહાર કરે છે. અભિનેત્રી સુનિતા રેડ્ડી ઘ્વારા ખુલાસો કરવામાં આવ્યો કે સેટ પર મહિલા જુનિયર આર્ટિસ્ટ માટે કોઈ જ સુવિધા ઉપલબ્ધ નથી.

શુ પહેર્યું છે?

શુ પહેર્યું છે?

અભિનેત્રી સંધ્યા નાયડુ ઘ્વારા જણાવવામાં આવ્યું તેમની ડીલ હોય છે કે તમને રોલ મળે તો તેના બદલામાં મને શુ મળશે. ઘરે આવ્યા પછી અમને તેની સાથે વહાર્ટસપ પર ચેટ કરવા માટે ફોર્સ કરાય છે. તેમાંથી એક વ્યક્તિએ પૂછ્યું હતું કે મેં શુ પહેર્યું છે? તે આરપાર દેખાય છે?

હવે શાંત નહીં રહીએ

હવે શાંત નહીં રહીએ

સુનિતા રેડ્ડી ઘ્વારા જણાવવામાં આવ્યું કે અમારે બહાર જ કપડાં બદલવા પડે છે અને ટોયલેટ પણ નથી હોતું. મેનેજર અમને સ્ટારની વેન ઉપયોગ કરવાનું કહે છે પરંતુ તે ઉપયોગ કરવા નથી દેતા. અમારી સાથે ગંદી ભાષાનો ઉપયોગ થાય છે. ઘણા કલાકારો ઘ્વારા જણાવવામાં આવ્યું કે ડાયરેક્ટરની ડિમાન્ડ પુરી કર્યા પછી પણ તેમને ફિલ્મોમાં સારી રીતે કામ નથી મળતું. અભિનેત્રી શ્રી રેડ્ડી ઘ્વારા જણાવવામાં આવ્યું કે હવે ટોલિવૂડની મહિલા શાંત નહીં રહે તેઓ ઇન્ડસ્ટ્રીમાં યૌન ઉત્પીડન વિરુદ્ધ પોતાનો અવાઝ ઉઠાવશે. મહિલા કલાકારો ઘ્વારા યૌન ઉત્પીડન વિરુદ્ધ સમિતિ બનાવવાની સાથે તેમની બીજી પણ કેટલીક માંગ છે.

English summary
Actress Sandhya Naidu Made Shocking Revelations About Sexual Harassment In Telugu Film Industry.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.