મુંબઇ ખાતે વિદ્યા બાલનની કારનો અકસ્માત, થયો આબાદ બચાવ

Written By:
Subscribe to Oneindia News

શુક્રવારે સવારે મુંબઇ ખાતે બોલિવૂડ અભિનેત્રી વિદ્યા બાલનની કારને અકસ્માત નડ્યો હતો. ઉપલબ્ધ માહિતી અનુસાર, વિદ્યા બાલન એક મીટિંગ માટે બાંદ્રા જઇ રહી હતી, એ સમયે આ અકસ્માત થયો હતો. આ ઘટનામાં વિદ્યા બાલનને કોઇ ઇજા નથી પહોંચી, પરંતુ તેમની કારને ઘણું નુકસાન થયું હતું. બાંદ્રા જવાના રસ્તે વિદ્યા બાલનની કાર અન્ય કાર સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. મીડિયાના અહેવાલો અનુસાર, આ ઘટના ખાસ મોટી ન હોવાથી વિદ્યા બાલનને કે અન્ય કોઇને ઇજા નથી પહોંચી.

vidya balan accident

વિદ્યાની કારને ઘણું નુકસાન થયું હોવા વિદ્યા બાલને હાલમાં જ આગામી ફિલ્મ તુમ્હારી સુલુનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. સુરેશ ત્રિવેણીના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મમાં વિદ્યા બાલન એક એવી હાઉસ વાઇફનું પાત્ર ભજવી રહી છે, જે રાત્રે રેડિયો જૉકીનું કામ કરે છે.

English summary
Actress Vidya Balan meets with an accident in Mumbai, escapes unhurt.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.