રાયબરેલી: અદિતિ સિંઘના ભાઇએ પ્રિયંકા ગાંધીની હાજરીમાં પહેર્યો કોંગ્રેસનો ખેસ
રાયબરેલી સદરના કોંગ્રેસના ધારાસભ્ય, અદિતિ સિંઘ સતત પાર્ટી લાઇનથી દૂર રહીને કામ કરી રહ્યા છે.
રાયબરેલી સદરના કોંગ્રેસના ધારાસભ્ય, અદિતિ સિંઘ સતત પાર્ટી લાઇનથી દૂર રહીને કામ કરી રહ્યા છે, ત્યારે તેમના પિતરાઇ ભાઇ મનીષ સિંહે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની હાજરીમાં હાથીની સવારી છોડી કોગ્રેસના હાથ તરફ વળ્યા છે.

હકીકતમાં, રાયબરેલીના પૂર્વ સાંસદ અશોક સિંહના પુત્ર અને પૂર્વ ધારાસભ્ય અખિલેશ સિંહના ભત્રીજા મનીષસિંઘ બુધવારે કોંગ્રેસમાં જોડાયા હતા. મનીષ સિંહ હજારો લોકોના કાફલા સાથે ભુમાઉ ગેસ્ટ હાઉસ પહોંચ્યા અને પ્રિયંકા ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા હતા.
મનીષ સિંઘ અગાઉ બસપામાં હતા અને હરચંદપુર વિધાનસભામાંથી 2 વાર ચૂંટણી લડી ચૂક્યા છે. કોંગ્રેસમાં જોડા્યા બાદ મીડિયા સાથે વાત કરતા મનીષસિંહે કહ્યું કે, હું પ્રિયંકા ગાંધીના કાર્યોથી પ્રેરિત છું, જેથી મેં મારા સેંકડો સમર્થકોની સાથે પાર્ટીમાં ઉમેદવારી નોંધાવી છે. અદિતિ સિંઘના પાર્ટીની લીક લાઇનથી હટીને કામ કરવાના સવાલ પર કહ્યું કે આ તેમનો નિર્ણય છે અને મારો જુદો છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીઃ ભાજપ મુખ્યાલયમાં ઉજવણીની તૈયારી, 5000 લાડવા મંગાવાયા












Click it and Unblock the Notifications
