Aditya-L1 Mission Live Update: નિશ્ચિત પથ પર આગળ વધી રહ્યું છે આદિત્ય એલ1

India Solar Mission Aditya L1 Launch Live Coverage in Gujarati (સૌર મિશન આદિત્ય-L1 લંચ લાઇવ અપડેટ) : ISRO પોતાનું સૂર્ય મિશન 2 સપ્ટેમ્બરના રોજ લોન્ચ થશે. ISRO ના સૂર્યના મિશનનું નામ Aditya-L1 Mission છે. સમ્રગ દેશ આ મિશનની સફળતાની પ્રાથના કરી રહ્યો છે.

ISROના જણાવ્યા અનુસાર, આ વાહનને PSLV-C57 રોકેટ દ્વારા અવકાશમાં મોકલવામાં આવશે. તેનું લોન્ચિંગ 2 સપ્ટેમ્બરની સવારે 11.50 કલાકે શ્રીહરિકોટાથી થશે. સામાન્ય લોકો તેનું લાઈવ ટેલિકાસ્ટ ઘરે બેઠા જોઈ શકશે.

Aditya-L1

સ્પેસ એજન્સીના જણાવ્યા અનુસાર, તેમની ટીમ સવારે 11.20 કલાકે તમામ સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ પર લાઈવ ટેલિકાસ્ટ કરશે. લોકો તેને તેમના ફોન, લેપટોપ અથવા ટીવી પર સરળતાથી જોઈ શકે છે. આ અગાઉ ચંદ્રયાન-3ના લોન્ચ અને લેન્ડિંગનું જીવંત પ્રસારણ થયું હતું.

આ છે લાઈવ ટેલિકાસ્ટની લિંક્સ -

  • ISRO વેબસાઇટ - https://isro.gov.in
  • ફેસબુક - https://facebook.com/ISRO
  • YouTube - https://youtube.com/watch?v=_IcgGYZTXQw
  • ડીડી નેશનલ ટીવી ચેનલ પર
  • વનઇન્ડિયા વેબસાઇટ અને યુટ્યુબ ચેનલ પર

Sep 02, 2023, 1:36 pm IST

આદિત્ય એલ-1 પ્રોજેક્ટ ડાયરેક્ટર નિગાર શાજીએ અભિનંદન પાઠવ્યા હતા

આદિત્ય એલ-1ના સફળ પ્રક્ષેપણ પર, આદિત્ય એલ-1 પ્રોજેક્ટ ડાયરેક્ટર નિગાર શાજીએ કહ્યું કે આ એક સ્વપ્ન સાકાર થવા જેવું છે. હું અત્યંત ખુશ છું કે આદિત્ય એલ-1ને પીએસએલવી દ્વારા ઇન્જેક્શન આપવામાં આવ્યું છે. આદિત્ય એલ-1 એ તેની 125 દિવસની લાંબી સફર શરૂ કરી છે. એકવાર આદિત્ય L-1 કાર્યરત થઈ જાય, તે દેશ અને વૈશ્વિક વૈજ્ઞાનિક સમુદાય માટે એક સંપત્તિ બની રહેશે. હું આ મિશનને શક્ય બનાવવા માટે તેમના સમર્થન અને માર્ગદર્શન માટે સમગ્ર ટીમનો આભાર માનું છું.
Sep 02, 2023, 1:35 pm IST

એસ સોમનાથે પીએસએલવીને અભિનંદન પાઠવ્યા હતા

આદિત્ય L-1 ના સફળ પ્રક્ષેપણ પર, ISROના અધ્યક્ષ એસ સોમનાથે કહ્યું કે આદિત્ય L1 અવકાશયાનને લંબગોળ ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યું છે. જેને પીએસએલવી દ્વારા ખૂબ જ સચોટ રીતે લક્ષ્યમાં રાખવામાં આવ્યું છે. હું પીએસએલવીને આવા અનોખા કાર્ય માટે અભિનંદન આપવા માંગુ છું.
Sep 02, 2023, 1:21 pm IST

સીએમ યોગીએ અભિનંદન પાઠવ્યા

સીએમ યોગીએ પણ મિશનની સફળતા માટે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ટ્વીટ કરીને લખ્યું હતું કે સમગ્ર માનવતાની સેવા કરવાના ઉદ્દેશ્ય સાથે, આજે 'નવા ભારત'ની શક્તિનું પ્રતીક PSLV-C57/આદિત્ય-L1 મિશન સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે. આદરણીય વડા પ્રધાનના નેતૃત્વમાં 140 કરોડ દેશવાસીઓની આશાઓનો 'નવો સૂર્ય' બની ગયેલા આ પ્રતિષ્ઠિત મિશનની પૂર્ણ સફળતા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
Sep 02, 2023, 1:05 pm IST

જિતેન્દ્ર સિંહે શુભેચ્છા પાઠવી

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ ISRO કમાન્ડ સેન્ટરમાં હાજર હતા. તેમણે આ સફળતા માટે વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા.
Sep 02, 2023, 1:05 pm IST

પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા હતા

પીએમ મોદીએ પણ ઈસરોને અભિનંદન પાઠવ્યા છે. તેણે ટ્વિટ કરીને લખ્યું કે ચંદ્રયાન-3ની સફળતા બાદ ભારતે તેની અવકાશ યાત્રા ચાલુ રાખી છે. ભારતના પ્રથમ સૌર મિશન આદિત્ય-L1ના સફળ પ્રક્ષેપણ બદલ વૈજ્ઞાનિકોને અભિનંદન. અમારા અથાક વૈજ્ઞાનિક પ્રયાસો સમગ્ર માનવતાના લાભ માટે બ્રહ્માંડની વધુ સારી સમજણ વિકસાવવા માટે ચાલુ રહેશે.
Sep 02, 2023, 1:04 pm IST

ઈસરોના વડાએ સફળ પ્રક્ષેપણની જાહેરાત કરી

ઈસરોના વડાએ પણ પ્રક્ષેપણને સફળ જાહેર કર્યું હતું. તેમણે કહ્યું કે વાહન નિર્ધારિત ભ્રમણકક્ષામાં પહોંચી ગયું છે. રોકેટના તમામ ભાગો અલગ થઈ ગયા. હવે તે 125 દિવસ પછી L1 પર પહોંચશે, જ્યાં તેને ઇન્સ્ટોલ કરવાનું છે.
Sep 02, 2023, 12:57 pm IST

નિર્ધારિત કક્ષામાં સ્થાપિત થયું યાન

આદિત્ય એલ1નું લૉન્ચિંગ સફળ રહ્યું છે. યાન પોતાની નિર્ધારિત કક્ષામાં સ્થાપિત થઇ ગયું છે. આદિત્ય એલ1 પીએસએલવી રોકેટમાંથી અલગ થઇ ગયું છે અને હવે L1 પોઈન્ટ સુધી પહોંચવા માટે આદિત્ય તેના ખૂદના બુસ્ટરનો ઉપયોગ કરશે.
Sep 02, 2023, 12:53 pm IST

એક કલાકનો સમય પૂરો

યાનને લૉન્ચ થયાનો એક કલાક પૂર્ણ થયો. આદિત્ય એલ1ના તમામ ઉપકરણ યોગ્ય રીતે કામ કરી રહ્યાં છે.
Sep 02, 2023, 12:51 pm IST

ટ્રેકિંગ રેન્જથી બહાર થઇ રહ્યું છે યાન

યાન વચ્ચે-વચ્ચે ટ્રેકિંગ રેંજથી બહાર ચાલ્યું જઈ રહ્યું છે. જેના કારણે ડેટા મળવામાં વાર લાગી રહી છે.ટ્રેકિંગ રેંજથી બહાર થવાની સામાન્ય પ્રક્રિયા છે, કેમ કે આપણી પૃથ્વી ફરતી રહે છે.
Sep 02, 2023, 12:48 pm IST

ખડગેએ શુભેચ્છા પાઠવી

કોંગ્રેસ ચીફ મલ્લિકાર્જુન ખડગેએ આદિત્યના લૉન્ચિંગ પર ઈસરોને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે ઈસરોના વૈજ્ઞાનિકોએ બહુ સારું કામ કર્યું છે.
Sep 02, 2023, 12:44 pm IST

દરરોજ 1440 ફોટો મોકલશે

આદિત્ય એલ1 યાન એક વર્ષ સુધી દરરોજ 1440 તસવીરો મોકલશે, જેની મદદથી સૂર્યનો અભ્યાસ કરવામાં આવશે.
Sep 02, 2023, 12:39 pm IST

અમિત શાહની શુભેચ્છા

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, આદિત્ય એલ1 મિશનના શુભારંભ પર હું બધાને શુભેચ્છા પાઠવું છે.
Sep 02, 2023, 12:38 pm IST

અંતિમ તબક્કો

મિશનનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. જલદી જ ઈસરો વિશે વિસ્તૃત જાણકારી આપશે.
Sep 02, 2023, 12:37 pm IST

આદિત્યના લોન્ચિંગ સમયે દર્શકોમાં ઉત્સાહ જોવા મળ્યો.
Sep 02, 2023, 12:36 pm IST

સતત ડેટા મળી રહ્યા છે

યાન હવે એવી જગ્યાએ પહોંચી ગયું છે, જે જમીનથી નથી દેખાતું. જો કે તેનો ડેટા સતત મળી રહ્યો છે,જેને ઈસરોના ટેલિસ્કોપ કેપ્ચર કરી રહ્યા છે.
Sep 02, 2023, 12:16 pm IST

ત્રીજો તબક્કો પૂર્ણ, યાન સંપૂર્ણપણે સ્વસ્થ

યાનથી સતત ડેટા આવી રહ્યા છે. જેના પર અધ્યયન ચાલી રહ્યું છે. યાનનો ત્રીજો તબક્કો પૂર્ણ થઇ ગયો છે.
Sep 02, 2023, 12:12 pm IST

શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી પ્રક્ષેપણ કર્યા પછી, આદિત્ય L1 સૌર મિશનને વહન કરતા PSLV રોકેટના વિઝ્યુઅલ. ઈસરોના જણાવ્યા મુજબ અત્યાર સુધી તમામ સિગ્નલો યોગ્ય કામ કરી રહ્યાં છે.
Sep 02, 2023, 12:09 pm IST

આદિત્ય એલ1 સાથે 7 પેલોડ

આદિત્ય યાનમાં કુલ 7 પેલોડ છે. જે સૂર્યના અધ્યયનમાં મદદ કરશે. ખાસ વાત એ છે કે આ તમામ પેલોડ ભારતમાં જ બન્યાં છે.
Sep 02, 2023, 12:07 pm IST

15 લાખ કિમીની દૂરી છે

લૈંગ્રેંજ પોઈન્ટ પર આદિત્ય યાન 125 દિવસ પછી પહોંચશે. જે આપણી પૃથ્વીથી 15 લાખ કિમી દૂર છે.
Sep 02, 2023, 12:07 pm IST

લૈંગ્રેંજ પોઈન્ટમાં સ્થાપિત થશે

લૈંગ્રેંજ પોઈન્ટમાં આદિત્ય એલ1 સ્થાપિત થશે. જે ત્યાંથી સૂર્યનું અધ્યયન કરશે.
Sep 02, 2023, 12:03 pm IST

ત્રીજો તબક્કો પૂર્ણ

આદિત્ય એલ1 મિશનના યાન PSLV-C57 લૉન્ચિંગનો ત્રીજો તબક્કો પૂર્ણ થઇ ગયો છે. યાન પોતાના નિર્ધારિત પથ પર અગ્રેસર થયું છે.
Sep 02, 2023, 12:01 pm IST

બરાબર કામ કરી રહી છે રોકેટ

PSLV-C57 રોકેટથી ડેટા મળી રહ્યા છે. જેના પર ઈસરોની ટીમ અધ્યયન કરી રહી છે. રોકેટ સામાન્ય રૂપે કામ કરી રહી છે.
Sep 02, 2023, 11:58 am IST

કેટલી ઉંચાઈએ પહોંચ્યું આદિત્ય એલ1

માત્ર આઠ જ મીનિટમાં આદિત્ય એલ1 134 કિમીની ઉંચાઈ પર પહોંચી ગયું છે. યાન નિશ્ચિત રસ્તે આગળ વધી રહ્યું છે.
Sep 02, 2023, 11:58 am IST

ત્રીજો તબક્કો ચાલુ

લૉન્ચિંગનો બીજો તબક્કો પૂર્ણ થઇ ચૂક્યો છે. હવે રોકેટનો ત્રીજો તબક્કો ચાલુ થઇ ચૂક્યો છે.
Sep 02, 2023, 11:57 am IST

ગાઢ વાતાવરણની બહાર નીકળી રોકેટ

યાન આદિત્ય એલ1 ગાઢ વાતાવરણથી બહાર નીકળી ગયું છે. તે પોતાના રસ્તા પર તેજીથી આગળ વધી રહ્યું છે.
Sep 02, 2023, 11:56 am IST

પોતાના રસ્તે આગળ વધી રહી છે રોકેટ

રોકેટ પોતાના રસ્તે અગ્રેસર થઇ ચૂકી છે. બીજો તબક્કો ચાલી રહ્યો છે. બધાં જ ઉપકરણ સામાન્ય રૂપે કામ કરી રહ્યાં છે.
Sep 02, 2023, 11:53 am IST

બીજો તબક્કો ચાલુ

PSLV-C57 રોકેટના બધાં જ એન્જીન કામ કરી રહ્યાં છે. બીજો તબક્કો શરૂ થઇ ગયો છે.
Sep 02, 2023, 11:52 am IST

આદિત્ય એલ1 મિશન PSLV-C57 રોકેટ સફળતાપૂર્વક લૉન્ચ થઇ ગયું છે. અંતરિક્ષ વિજ્ઞાનમાં ભારતે વધુ એક પગલું માંડ્યું, ચંદ્ર બાદ હવે સૂર્યનું રિસર્ચ કરશે ઈસરો.
Sep 02, 2023, 11:51 am IST

રોકેટના એન્જીન શરૂ

PSLV-C57 રોકેટના એન્જીન શરૂ, ગણતરીની ક્ષણમાં ઉડાણ ભરશે.
Sep 02, 2023, 11:50 am IST

ATCથી લીલી ઝંડી મળી

એર ટ્રાફિક કંટ્રોલે લોન્ચિંગને લીલી ઝંડી આપી દીધી છે. 4 મિનિટથી પણ ઓછા સમયમાં લૉન્ચ થશે આદિત્ય એલ1
READ MORE

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X