10 વર્ષોમાં 771 કરોડ વધી ભાજપની સંપત્તિ, કોંગ્રેસ પણ પાછળ નથી

Posted By:
Subscribe to Oneindia News

દેશની સાત રાષ્ટ્રીય પાર્ટીઓમાં ભાજપ સૌથી પૈસાદાર પાર્ટી છે. જો કે આ મામલે ગરીબ તો એક પણ પાર્ટી નથી જ. એસોસિયેશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) દ્વારા સોમવારે એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં આ જાણકારી આપવામાં આવી છે. જે મુજબ ભારતીય જનતા પાર્ટી પાસે 894 કરોડની સંપત્તિ છે. ત્યાં જ આ રિપોર્ટમાં કોંગ્રેસ બીજા નંબરે છે. કોંગ્રેસ પાસે પણ 759 કરોડ સંપત્તિ છે. આ તમામ માહિતીની ઇડીઆરના જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં જણાવવામાં આવી છે.

bjp

2004 થી વધુ પૈસાદાર

વર્ષ 2004-05માં ભાજપની સંપત્તિ 122.93 કરોડની હતી. ત્યાં જ 2015-16માં ભાજપની સંપત્તિ વધીને 893.88 કરોડની થઇ ગઇ. દસ વર્ષોમાં ભાજપની સંપત્તિ 771 કરોડ રૂપિયાનો વધારો થયો છે. ત્યાં જ કોંગ્રેસની સંપત્તિ વર્ષ 2004-05માં 167.35 કરોડની હતી. જે વર્ષ 2015-16માં વધી 758.79 કરોડ થઇ ગઇ. આમ દસ વર્ષમાં કોંગ્રેસની સંપત્તિ પણ વધી 591 કરોડ રૂપિયાનો વધારો થયો છે. ગત વર્ષોમાં કોંગ્રેસની સંપત્તિમાં થોડોક ઘટાડો થયો છે. વર્ષ 2013-14માં પાર્ટીની સંપત્તિ 767 કરોડ હતી. ત્યાં જ વર્ષ 2014-15માં કોંગ્રેસની સંપત્તિ 758.9 કરોડ થઇ ગઇ.

congress

સંપત્તિ

નોંધનીય છે કે ભાજપ અને કોંગ્રેસ જેવી પાર્ટીમાં અનેક લોકો મોટી સંખ્યામાં ફંડિગ કરતા રહે છે. જેમાંથી પાર્ટી તેના પ્રચાર પ્રસારના અનેક ખર્ચા ઉઠાવે છે. મોટાભાગે જે પાર્ટી સત્તામાં હોય કે આવનારા સમયમાં પણ સત્તામાં રહેવાની હોય તેની પાસે નાણાંકીય ભંડોળ અને ફડિંગ વધુ સારું હોય છે તેવું જોવામાં આવ્યું છે. ત્યારે સંપત્તિના આ વધારા મામલે ભાજપ પ્રવક્તા ગોપાલ અગ્રવાલે કહ્યું કે ભાજપ પાર્દર્શકતા લાવવા તૈયાર છે. તેમણે કહ્યું કે આ તમામ દાન ચેકથી મેળવવામાં આવ્યા છે. જેનાથી અમે પ્રત્યેક જિલ્લામાં અમારા કાર્યાલયનું નિર્માણ કરી શકીએ. સાથે જ દરેક જિલ્લામાં સેન્ટ્રલાઇઝ બેંક એકાઉન્ટને સંચાલિત કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.

English summary
ADR report says BJP richest party with Rs 894 core. Read here more details on it.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.