અડવાણીને ભોપાલથી ચૂંટણી લડવાનું આમંત્રણ

ભોપાલ, 13 માર્ચ: મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલથી આગમી લોકસભા ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી ચૂકેલા ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી કૈલાશ જોશીએ પૂર્વ ઉપ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને ભોપાલ સંસદીય વિસ્તારથી ચૂંટણી લડવાનું આમંત્રણ આપ્યું છે. અત્રે નોંધનીય છે કે ભોપાલના સાંસદ જોશીએ હમણા હાલમાં જ લોકસભા ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી પાર્ટીના એ નેતાઓમાં આશાનું કિરણ જન્માવી દીધું છે જે વર્ષોથી પોતાના નંબરની રાહ જોઇ રહ્યા હતા.

એ જ કારણ છે કે જોશીના ચૂંટણી લડવાનો ઇનકાર કર્યા બાદ ઘણા દાવેદારોના નામ સામે આવ્યા છે. જ્યારે સુરક્ષિત વિસ્તારની તપાસમાં લાગેલા નેતાઓની પણ નજર ભોપાલ પર પડી છે. સૂત્રોનું કહેવું છે કે જોશી ઇચ્છે છે કે ભોપાલથી ભાજપનો એવો ઉમેદવાર ઉભો રહે જે સરળતાથી જીતીને આવે અને તેમની રાષ્ટ્રીય સ્તરે ઓળખ હોય. એ જ કારણ છે કે જોશીએ ગુરુવારે અડવાણી સાથે ફોન પર ચર્ચા કરી ભોપાલથી ચૂંટણી લડવાનું આમંત્રણ આપ્યું છે.

advani
સૂત્રોનું કહેવું છે કે અડવાણીએ જોશીને જણાવ્યું છે કે ઉમેદવારનો નિર્ણય કેન્દ્રીય ચૂંટણી સમિતિને કરવાનો છે. જેથી સમિતિ જ નિર્ણય લેશે કે મારે ક્યાંથી ચૂંટણી લડવાની છે. ભાજપની પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠમાં ભાગ લેવા આવેલા જોશી સાથે કેટલાંક પત્રકારોએ જ્યારે તેમની અને અડવાણીની ચર્ચા પર સવાલો કર્યા તો તેમણે કોઇ જવાબ આપ્યો નહી, પરંતુ જ્યારે પૂછવામાં આવ્યું કે ભોપાલમાં ઉમેદવાર બહારનો હશે તો તેમણે તેની પર પોતાની હામી ભરી દીધી.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતની ગાંધીનગર બેઠક પરથી હંમેશા સાંસદ રહેલા લાલકૃષ્ણ આડવાણીને આ વખતે આ બેઠક પરથી ચૂંટણી નહીં લડવા દેવામાં આવે અથવા તેઓ ચૂંટણી નહીં લડે તેવા સમાચારો મીડિયામાં વહેતા થયા હતા. બાદમાં અડવાણીએ મીડિયાને જણાવ્યું હતું કે તેઓ ચૂંટણી લડશે તો ગાંધીનગર બેઠક પરથી જ. બાકીનો નિર્ણય સંસંદીય બોર્ડ કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X