25 સપ્ટેમ્બરે એકમંચ પર જોવા મળશે મોદી-અડવાણી
નવી દિલ્હી, 18 સપ્ટેમ્બર: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવાને લઇને પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી નારાજ છે. સંસદીય બોર્ડની બેઠકમાં લાલકૃષ્ણ અડવાણીની ગેરહાજરીથી સ્પષ્ટ થઇ ગયું હતું કે લાલકૃષ્ણ અડવાણી નરેન્દ્ર મોદીના કારણે હવે પાર્ટીથી દૂર રહેશે, પરંતુ હવે લાગે છે કે તે કોપભવનથી બહાર નીકળી ચુક્યા છે. નરેન્દ્ર મોદીને લઇને તેમનો ગુસ્સો શાંત થઇ ગયો છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહે દાવો કર્યો છે કે પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી રાજકારણમાં સક્રિય રહેશે. તેમની નારાજગી દૂર કરવા માટે પુરતા પ્રયત્નો કરી રહી છે. પાર્ટી દ્વારા એમપણ દાવો કરવામાં આવી રહ્યો છે કે 25 સપ્ટેમ્બરના રોજ ભોપાલમાં આયોજિત પાર્ટી સંમેલનમાં લાલકૃષ્ણ અડવાણી અને નરેન્દ્ર મોદી એક પર જોવા મળશે.

ભાજપ સંસદીય બોર્ડના સભ્ય સુષ્મા સ્વરાજ અને અનંત કુમાર સહિત પાર્ટીના કેટલાક નેતાઓએ લાલકૃષ્ણ સાથે મુલાકાત કરી હતી. લગભગ બે કલાક સુધી ચાલેલી આ બેઠક બાદ સુષ્મા સ્વરાજે દાવો કર્યો હતો કે લાલકૃષ્ણ અડવાણી નારાજ નથી.
તાજપોશી બાદ નરેન્દ્ર મોદી પણ લાલકૃષ્ણ અડવાણીના આશિર્વાદ લેવા પહોંચ્યા હતા. પાર્ટીએ દાવો કર્યો હતો કે લાલકૃષ્ણ અડવાણી જલદી જ નરેન્દ્ર મોદી સાથે એકમંચ પર જોવા મળશે.
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહને બંનેની મુલાકાત કરાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપના નેતા રવિશંકર પ્રસાદે લાલકૃષ્ણ અડવાણી સાથે મુલાકાત જાણકારી આપતાં જણાવ્યું હતું કે 25 સપ્ટેમ્બરના રોજ ભોપાલમાં યોજાનાર પાર્ટીના મહાસંમેલનમાં નરેન્દ્ર મોદી સાથે લાલકૃષ્ણ અડવાણી ભાગ લેશે.












Click it and Unblock the Notifications
