વિજળીના તારમાં ફસાયું હેલિકોપ્ટર, માંડ-માંડ બચ્યા અડવાણી

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

લખનઉ, 2 મે: ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણના ઉત્તરાખંડ પ્રવાસની શરૂઆત એકદમ ખરાબ રીતે થઇ. ટિહરી જિલ્લાના ઘનસાલીમાં લાલકૃષ્ણ અડવાણીનું હેલિકોપ્ટર વિજળીના તારોમાં એ પ્રકારે ફસાઇ ગયું કે બધાના શ્વાસ થંભી ગયા.

જો કે પાયલોટની સુઝબુઝથી કોઇ મોટી દુર્ઘટના સર્જાઇ ન હતી અને ત્રણ રાઉન્ડ લગાવ્યા બાદ હેલિકોપ્ટરે ટેક ઓફ કરવામાં સફળતા પ્રાપ્ત કરી લીધી. તેમણે પિથૌરાગઢમાં જનસભાને જનસભાને સંબોધિત કરી તથા ઇશારામાં કહી દિધું કે દેશમાં જે 'લહેર' છે, તે કોંગ્રેસના કુશાસનના લીધે છે ના કે બીજા કારણના લીધે.

લાલકૃષ્ણ અડવાણીએ પિથૌરાગઢમાં જનતાને સંબોધિત કરી. ત્યારબાદ તે ઘનસાલ રવાના થયા. લાલકૃષ્ણ અડવાણી શુક્રવારે સવારે 11 વાગે પિથૌરાગઢના દેવસિંહ મેદાન પર પહોંચ્યા. લગભગ એક કલાક જનસભાને સંબોધિત કર્યા બાદ તે ઘનસાલી માટે રવાના થઇ ગયા જ્યાં આ દુર્ઘટના સર્જાઇ.

advani-election

નરેન્દ્ર મોદી ત્રણ મેના રોજ અલ્મોડા અને રૂદ્રપુરમાં જનસભાને સંબોધિત કરશે. ભાજપના પ્રદેશ સહ મીડિયા પ્રભારી સુરેશ તિવારે જણાવ્યું કે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી ત્રણ મેના રોજ સવારે 11 વાગે અલ્મોડા પહોંચશે અને એસએસજે પરિસર મેદાનમાં જનસભાને સંબોધિત કરશે.

નરેન્દ્ર મોદી રૂદ્રપુરમાં એફસીઆઇ ગોડાઉનની સામે સ્થિત મેદાનમાં જનસભાને સંબોધિત કરશે. રેલીની તૈયારીઓ પુરી કરી લેવામાં આવી છે. હાલ લાલકૃષ્ણ અડવાણી સકુશલ હેલિકોપ્ટર લેડિંગ પર પાર્ટી તથા સ્થાનિક વહિવટતંત્રએ હાશકારો અનુભવ્યો છે.

English summary
Advani's helicopter indulged in electric wire but he is safe at all.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X