અડવાણી અટલ ઇચ્છા : ઓછામાં ઓછા 6 મહિના PM બનવું છે

advani
નવી દિલ્હી, 11 જૂન : ભાજપના કેટલાક ખાસ સૂત્રોની વાત માનવમાં આવે તો કહેવાય છે તે રીતે ભાજપના વરિષ્ઠ નેતા એલ કે અડવાણીએ તેમનું રાજીનામુ સત્તાવાર રીતે પાર્ટી અને કાર્યકરો સમક્ષ રજૂ કર્યું તેના એક દિવસ પહેલા જ એટલે કે રવિવારે જ તૈયાર કરી દીધું હતું. પોતાનું રાજીનામુ તૈયાર કર્યું તે પહેલા અડવાણીએ પાર્ટી સામે ત્રણ શરતો મૂકી હતી.

અડવાણીની ત્રણ અવળી શરતો :
1- મને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવામાં આવે અને ભાજપની આગેવાનીવાળી એનડીએ જો સત્તામાં આવે તો તેમને ઓછામાં ઓછા છ મહિના સુધી વડાપ્રધાન પદની જવાબદારી સોંપવામાં આવે.
2- ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ચૂંટણી પ્રચાસ સમિતીના વડાને બદલે કન્વેનર બનાવવામાં આવે.
3 - જો નરેન્દ્ર મોદીને ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવે તો પણ તેમણે અડવાણીને રિપોર્ટ કરવાનો રહેશે.

અંગ્રેજી સમાચાર પત્ર મિડ - ડેને સૂત્રો જણાવે છે કે અડવાણીનું માનવું છે કે છેલ્લા અનેક દાયકાઓ સુધી પાર્ટીના વિકાસ અને સેવામાં યોગદાન આપ્યાના ફળ સ્વરૂપ તેમને આ સર્વોચ્ચ હોદ્દો આપવામાં આવે. અડવાણીએ પાર્ટીમાં જો કોઇ અન્ય નેતા વડાપ્રધાન બનવા માંગતો હોય તો ઓછામાં ઓછા છ મહિના બાદ પોતે આ પદ ખાલી કરી આપશે તેવી ખાતરી પણ આપી હતી.

સૂત્રોએ જણાવ્યું કે આ શરતોને આધારે અડવાણી પાર્ટીમાં સર્વોચ્ચ સ્થાન પર રહેવા માંગે છે. તેઓ આગામી ચૂંટણીના પ્રચારની કમાન પોતાના હાથમાં રાખવા માંગે છે સાથે તેઓ પાર્ટીના મુખ્ય નિર્ણાયક બનવા માંગે છે. બીજી તરફ આરએસએસ ઇચ્છતું હતું કે પાર્ટીની ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ નરેન્દ્ર મોદીને જ બનાવવામાં આવે. જેના કારણે બે જૂથો સ્પષ્ટ રીતે સામે આવે શકે.

અડવાણીના મૂડને પારખીને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ રાજનાથ સિંહે ઉત્તર પ્રદેશ ભાજપના મહાસચિવ પંકજ અડવાણીને દિલ્હીમાં જ રહેવા જણાવ્યું હતું. પંકજ સતત અડવાણીના સંપર્કમાં હતા અને અડવાણી પોતાનું મન બદલે તો તાત્કાલિક તેમને ગોવા લાવવા માટે ચાર્ટર્ડ પ્લેન પણ તૈયાર રાખવામાં આવ્યું હતું. જો કે અડવાણી પોતાની શરતો પર અડગ રહ્યા હતા અને તેમણે ગોવાની રાષ્ટ્રીય કારોબારીમાં હાજર રહેવાનું ટાળ્યું હતું. બીજી તરફ પાર્ટીએ પણ અડવાણીની તમામ શરતોને ફગાવી દીધી હતી અને મોદીમાં યોગ્ય પસંદગી શોધી હતી.

અડવાણીનો રાજીનામા પત્ર :
નોંધનીય છે કે પોતાના રાજીનામા પત્રમાં અડવાણીએ નોંધ્યું હતું કે "છેલ્લા કેટલાંક સમયથી પાર્ટી જે રીતે કામ કરી રહી છે. અને જે દિશામાં આગળ વધી રહી છે તેને સમજી શકવું મારા માટે મુશ્કેલ છે. મને નથી લાગતું કે આ એ જ આદર્શવાદી પાર્ટી રહી છે જેનો પાયો ડો. શ્યામાપ્રસાદ મુખર્જી, પંડીત દીનદયાલજી, નાનાજી અને વાજપેઇજીએ નાખ્યો હતો. એ પાર્ટી તો માત્ર દેશ અને તેના લોકોની ચિંતા કરતી હતી. હવે તો અમારા મોટાભાગના નેતા માત્ર પોતાના વ્યક્તિગત એજન્ડાની જ ચિંતા કરી રહ્યા છે."

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X