For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાંચો: આડવાણીએ શું લખ્યું પોતાના રાજીનામા-પત્રમાં

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 9 જૂન : ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ આડવાણીએ પાર્ટીના બધા પદો પરથી રાજીનામુ આપી દીધું છે. આડવાણીએ પાર્ટી અધ્યક્ષ રાડનાથ સિંહને લખેલી ચીઠ્ઠીમાં સ્પષ્ટ લખ્યું છે કે પાર્ટીની હાલમાં હાલત છે તેમને ધ્યાનમાં રાખતા તેઓ પોતાને તેમાં સામેલ રાખી શકતા નથી માટે મેં પાર્ટીના ત્રણેય હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે.

letter

આડવાણીએ પોતાની રાજીનામા પત્રમાં શું લખ્યું છે વાંચો:-

પ્રિય શ્રી રાજનાથ જી,
મે આખી જીંદગી જનસંઘ અને ભારતીય જનતા પાર્ટી માટે કામ કરવામાં મહાન ગર્વ અને સંતોષનો અનૂભવ કર્યો છે. પરંતુ છેલ્લા કેટલાંક સમયથી પાર્ટી જે રીતે કામ કરી રહી છે. અને જે દિશામાં આગળ વધી રહી છે તેને સમજી શકવું મારા માટે મુશ્કેલ છે.

મને નથી લાગતું કે આ એ જ આદર્શવાદી પાર્ટી રહી છે જેનો પાયો ડો. શ્યામાપ્રસાદ મુખર્જી, પંડીત દીનદયાલજી, નાનાજી અને વાજપેઇજીએ નાખ્યો હતો. એ પાર્ટી તો માત્ર દેશ અને તેના લોકોની ચિંતા કરતી હતી. હવે તો અમારા મોટાભાગના નેતા માત્ર પોતાના વ્યક્તિગત એજન્ડાની જ ચિંતા કરી રહ્યા છે.

માટે મેં પાર્ટીના ત્રણ મુખ્ય હોદ્દા રાષ્ટ્રીય કાર્યકારિણી, સંસદીય બોર્ડ અને ચૂંટણી સમિતિમાંતી રાજીનામુ આપવાનો નિર્ણય કર્યો છે. આ પત્રને મારું રાજીનામુ સમજવું.

આપનો
એલ કે આડવાણી
10-06-2013

English summary
Read LK Advani what written in his resignation letter.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X