For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'શિવરાજની પ્રશંસા મોદીને નીચું બતાવવા માટે કરી નથી'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

rajnath-singh
હૈદ્વાબાદ, 3 જૂન: ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની તુલના કરવાવાળા નિવેદન પર પાર્ટીના પ્રમુખ રાજનાથ સિંહે સ્પષ્ટતા રજૂ કરી છે.

રાજનાથ સિંહે હૈદ્વાબાદમાં કહ્યું હતું કે લાલકૃષ્ણ અડવાણીના નિવેદનને ખોટી રીતે સમજવામાં આવ્યું છે. રાજનાથ સિંહે ફરી એકવાર પુનરાવર્તિત કર્યું હતું કે નરેન્દ્ર મોદી પાર્ટીના સૌથી લોકપ્રિય નેતા છે. સાથે જ તેમને એમપણ કહ્યું હતું કે લાલકૃષ્ણ અડવાણીએ શિવરાજ સિંહ ચૌહાણની પ્રસંશા નરેન્દ્ર મોદીને નીચું બતાવવા માટે કરી ન હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે પાર્ટીમાં વડાપ્રધાન પદ માટે નરેન્દ્ર મોદીનું સૌથી આગળ ચાલી રહ્યું છે. તમામ પાર્ટી કાર્યકર્તા તેમને પીએમ પોસ્ટ માટે પ્રમુખ દાવેદાર માને છે. જ્યારે બીજી તરફ મધ્ય પ્રદેશમાં શિવરાજ સિંહ ચૌહાણના કાર્યોના લીધે તમામ પાર્ટી નેતા તેમના નામને આગળ વધારી રહ્યાં છે.

આ આખો વિવાદ તે મુદ્દા પર થયો હતો જેમાં લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદીએ સ્વસ્થ ગુજરાતને ઉત્કૃટ બનાવી દિધું જ્યારે શિવરાજ સિંહ ચૌહાણે બીમારું રાજ્ય મધ્ય પ્રદેશને સ્વસ્થ કરી દિધું. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરજ સિંહ ચૌહાણે પણ આ મુદ્દે સ્પષ્ટતા રજૂ કરી હતી.

English summary
With BJP leader L.K. Advani's comments on Narendra Modi sparking a controversy, party president Rajnath Singh Monday claimed there had been a misinterpretation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X