For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લદાખમાં ચીની હેલીકૉપટર દાખલ, 10 મિનિટ પછી પાછું ફર્યું

લદાખમાં ફરી એકવાર ચીને ઘૂસણખોરી કરવાની કોશિશ કરી છે. સૂત્રો ઘ્વારા આપવામાં આવેલી જાણકારીમાં જણાવવામાં આવ્યું છે કે 27 સપ્ટેમ્બરે લદ્દાખના ટ્રીંગ હાઈટ્સમાં બે ચીની હેલીકૉપટર દાખલ થયા હતા.

|
Google Oneindia Gujarati News

લદાખમાં ફરી એકવાર ચીને ઘૂસણખોરી કરવાની કોશિશ કરી છે. સૂત્રો ઘ્વારા આપવામાં આવેલી જાણકારીમાં જણાવવામાં આવ્યું છે કે 27 સપ્ટેમ્બરે લદ્દાખના ટ્રીંગ હાઈટ્સમાં બે ચીની હેલીકૉપટર દાખલ થયા હતા. ભારતીય સીમમાં દાખલ થયા પછી હેલીકૉપટર લગભગ 10 મિનિટ સુધી ત્યાં રહ્યું અને ત્યારપછી પાછું ચાલ્યું ગયું. ન્યુઝ એજેન્સી એએનઆઈ ઘ્વારા આ જાણકારી આપવામાં આવી છે. આપણે જણાવી દઈએ કે જૂન 2017 થી ઓગસ્ટ 2017 સુધી ભારત અને ચીન વચ્ચે ડોકલામ વિવાદને લઈને ઘણો તણાવ જોવા મળ્યો હતો.

ladakh

ચીન તરફથી ઘૂસણખોરી ઓછી થઇ

હાલમાં જ નોર્દન આર્મી કમાન્ડર લેફટનન્ટ જનરલ રણબીર સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે જમ્મુ કાશ્મીરના લદાખ ક્ષેત્રમાં ભારત અને ચીન સીમા વિસ્તારમાં આ વર્ષમાં ખુબ જ પ્રભાવી રૂપે ઘુસણખોરીમાં ઘટાડો જોવા મળ્યો છે. તેમને જણાવ્યું કે ઘૂસણખોરી રોકવા માટે પ્રભાવી તંત્રને સીમા પર ગોઠવી દેવામાં આવ્યું છે. તેઓ આ પ્રકારની સ્થિતિ સામે લડવા તૈયાર છે. ઓફિસર ઘ્વારા જણાવવામાં આવ્યું કે એલઓસી પર ઘુસણખોરીમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. જનરલ સિંહ ઘ્વારા આ વાત ત્યારે કહેવામાં આવી જયારે તેમને લદાખમાં ચીનની ઘૂસણખોરી અંગે સવાલ કરવામાં આવ્યો હતો. તેમને કહ્યું કે હાલમાં એલઓસી પર સ્થિતિ સ્થિર અને શાંત છે.

English summary
Aerial transgression by two Chinese helicopters took place in Ladakh on 27th September.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X