અફઘાનિસ્તાને ભારતમાં દુતાવાસ બંધ કર્યુ, ભારત સરકારનું સમર્થન નહીં મળવાનો આરોપ
અમેરિકી સેનાએ અફઘાનિસ્તાન છોડ્યા બાદ ત્યાં સ્થિતી સતત બગડી રહી છે. તાલિબાનીઓના હાથમાં સત્તા આવ્યા બાદ હવે ભારત સાથેના સંબંધો પણ સતત ખરાબ થઈ રહ્યા છે. આ ક્રમમાં જ તાલિબાન સરકારે ભારતમાં દુતાવાસ બંધ કરી દીધુ છે.
અફઘાનિસ્તાને ભારતમાં દૂતાવાસને સંપૂર્ણ રીતે બંધ કરવાની જાહેરાત કરી છે. અફઘાન દૂતાવાસે શનિવારે રાત્રે એક નિવેદન જારી કરીને જણાવ્યુ કે, 1 ઓક્ટોબરથી ભારતમાં તેની કામગીરી બંધ કરી રહ્યું છે.

આ નિવેદનમાં અફઘાનિસ્તાને ભારત સરકારના સમર્થનના અભાવને કારણ ગણાવ્યુ છે. દૂતાવાસ તરફથી કહેવાયુ છે કે, ખૂબ જ દુખ સાથે જાહેર કરવામાં આવે છે. આ નિર્ણય ઘણા વિચાર-વિમર્શ બાદ લેવામાં આવ્યો છે.
જણાવી દઈએ કે ભારતમાં અફઘાનિસ્તાનની એમ્બેસીનું નેતૃત્વ રાજદૂત ફરીદ મામુંદઝઈ કરી રહ્યા હતા. તે છેલ્લા ત્રણ વર્ષથી ભારતમાં ફરજ બજાવતા હતા. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અફઘાનિસ્તાનને યજમાન સરકાર તરફથી કોઈ વિશેષ સમર્થન મળી રહ્યું નથી. અફઘાનિસ્તાન અને તેના નાગરિકોના હિતોને ધ્યાનમાં રાખીને કોઈ કામ કરવામાં આવી રહ્યું નથી.
અફઘાન રાજદ્વારીઓએ વિદેશ મંત્રાલયને જાણ કરી છે કે તે દૂતાવાસ બંધ કરવાની યોજના બનાવી રહ્યા છે. આ અંગે વિદેશ મંત્રાલય તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. આ પછી શનિવારે અફઘાન દૂતાવાસે એક નિવેદન જારી કરીને તેના દૂતાવાસને બંધ કરવાની જાહેરાત કરી.
જણાવી દઈએ કે અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તામાં આવ્યા બાદ ભારતે પણ કાબુલમાં પોતાનું દૂતાવાસ બંધ કરી દીધું હતું. જો કે ભારતે તેને અસ્થાયી રૂપે બંધ કર્યુ છે.
તમને એ પણ જણાવી દઈએ કે, હાલ અફઘાનિસ્તાનમાં સત્તા તાલિબાનના હાથમાં છે. 2021માં તાલિબાને અશરફ ગનીને અફઘાનિસ્તાનમાં સત્તા પરથી હટાવીને દેશ પર કબજો જમાવ્યો હતો. ફરીદ તેમના દ્વારા નિયુક્ત એમ્બેસેડર છે. શક્ય છે કે તાલિબાન સરકાર આમાં ફેરફાર કરવા માંગે છે.
અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તામાં આવ્યા બાદ ભારતને તેની સાથે કોઈ મોટી ચિંતા નથી. જો કે અફઘાનિસ્તાનના ઘણા વિદ્યાર્થીઓ ભારતમાં રહે છે અને અભ્યાસ કરે છે. તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે?









Click it and Unblock the Notifications
