કેરલમાં નોંધાયો આફ્રિકન સ્વાઇ ફીવર, 300 ભૂંડને મારવામાં આવશે

કેરળના વાયનાડ જિલ્લાના મનંતવડી ખાતેના બે ખેતરોમાંથી આફ્રિકન સ્વાઈન ફીવરની જાણ કરવામાં આવી છે, અધિકારીઓએ શુક્રવારના રોજ જણાવ્યું હતું.

તિરુવનંતપુરમ : કેરળના વાયનાડ જિલ્લાના મનંતવડી ખાતેના બે ખેતરોમાંથી આફ્રિકન સ્વાઈન ફીવરની જાણ કરવામાં આવી છે, અધિકારીઓએ શુક્રવારના રોજ જણાવ્યું હતું. ભોપાલમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હાઇ સિક્યોરિટી એનિમલ ડિસીઝમાં નમૂનાઓનું પરીક્ષણ કર્યા પછી જિલ્લાના બે ખેતરોના ડુક્કરોમાં આ રોગની પુષ્ટિ થઈ હતી.

African Swine Fever

પશુપાલન વિભાગના એક અધિકારીએ ન્યૂઝ એજન્સી પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાને જણાવ્યું હતું કે, એક ફાર્મમાં ડુક્કરનું સામૂહિક મૃત્યુ થયા બાદ નમૂનાઓ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા.

અધિકારીએ જણાવ્યું હતું કે, હવે પરીક્ષણ પરિણામોએ સંક્રમણની પુષ્ટિ કરી છે. બીજા ફાર્મના 300 ડુક્કરને મારવા માટે નિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, આ રોગને ફેલાતો અટકાવવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે.

બિહાર અને કેટલાક ઉત્તરપૂર્વીય રાજ્યોમાં આફ્રિકન સ્વાઈન ફીવર નોંધાયો હોવાની કેન્દ્રની ચેતવણીને પગલે રાજ્યએ આ મહિનાની શરૂઆતમાં જૈવ-સુરક્ષાના પગલાંને કડક બનાવ્યા હતા. આફ્રિકન સ્વાઈન ફીવર એક અત્યંત સંક્રમક અને જીવલેણ વાયરલ રોગ છે, જે ઘરેલું ડુક્કરને અસર કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X