For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગરીબ સવર્ણોના 10 ટકા આરક્ષણ બાદ હવે ઉંમર મર્યાદામાં પણ છૂટ આપવાની તૈયારી

ગરીબ સવર્ણોના 10 ટકા આરક્ષણ બાદ હવે ઉંમર મર્યાદામાં પણ છૂટ આપવાની તૈયારી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પહેલા કાર્યકાળમાં નરેન્દ્ર મોદી સરકારે સામાન્ય વર્ગના ગરીબોને 10 ટકા આરક્ષણ આપ્યું હતું. હવે સરકાર સામાન્ય વર્ગના લોકોને નોકરીમાં નિયુક્તિની મહત્તમ ઉંમર સીમા વધારવા પર પણ વિચાર કરી રહી છે. ઉલ્લેખનીય છે કે અત્યારે જે વર્ગને આરક્ષણ મળે છે, તેમને ભરતી માટે અધિકતમ ઉંમરમાં પણ છૂટ આપવામાં આવે છે. જ્યારે સામાન્ય વર્ગના તમામ અભ્યાર્થિઓ માટે ઉંમર સીમા સૌથી ઓછી હોય છે.

આર્થિક રૂપથી ગરીબોને ઉંમર સીમામાં પણ રાહત મળી શકે છે

આર્થિક રૂપથી ગરીબોને ઉંમર સીમામાં પણ રાહત મળી શકે છે

ઉલ્લેખનીય છે કે સરકરી નિયુક્તુઓમાં ઉંમર સીમા વધારવાને લઈ સવર્ણ વર્ગના લોકોનું એક પ્રતિનિધિમંડળ કેન્દ્રીય સામાજિક ન્યાય અને આધિકારિતા મંત્રી થાવરચંદ ગહલોતને મળ્યું હતું. આ મુલાકાત બાદ ગહલોતના મંત્રાલયે કાર્મિક અને પ્રશિક્ષણ વિભાગને પત્ર મોકલી આના પર વિચાર કરવાનો આગ્રહ કર્યો છે. થાવરચંદ ગેહલોત તરફથી કેન્દ્રીય કાર્મિક, લોક ફરિયાદ અને પેંશન રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહને લખેલ પત્રમાં ભલામણ કરવામા આવી કે આ સંબંધમાં વિવિધ લોકોને મળેલ પ્રતિવેદના મુજબ સંબંધિત અધિકારીઓને આ દિશામાં જલદીમાં જલદી આવશ્યક કાર્યવાહી કરવાનો નિર્દેશ જાહેર કર્યો છે.

અંકમાં પણ રાહત મળી શકે

અંકમાં પણ રાહત મળી શકે

ઉલ્લેખનીય છે કે અત્યારે એસસી-એસટી સમુદાયના અભ્યાર્થીઓને મહત્તમ ઉંમર સીમામાં સામાન્ય વર્ગથી 5 વર્ષ વધુની છૂટ મળે છે, જ્યારે ઓબીસીના અભ્યાર્થીઓની અધિકતમ ઉંમર સીમામાં ત્રણ વર્ષની છૂટ મળે છે. હવે સામાન્ય વર્ગના ગરીબો માટે પણ આ આધારે છૂટમાં રાહત માંગવામાં આવી છે. આમ તો સામાજિક ન્યાય મંત્રાલય પાસે હાલ માત્ર સામાન્ય વર્ગના ગરીબો માટે અધિકતમ ઉંમરની સીમા પર વિચાર કરવાનો અનુરોધ કર્યો છે. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે આ આધાર પર તેમના માટે પ્રતિયોગી પરીક્ષાઓમાં અંકોમાં છૂટ પર પણ વિચાર કરવામાં આવી શકે છે. કેમ કે, હાલના સમયમાં જે વર્ગોને આરક્ષણની સુવિધા મળી છે, તેમના માટે અંકોમાં છૂટનું પણ પ્રાવધાન છે.

લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે ફેસલો કર્યો હતો

લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે ફેસલો કર્યો હતો

આ વચ્ચે માનવ સંસાધન વિકાસ મંત્રાલયે તમામ વિશ્વવિદ્યાલયો અને મહાવિદ્યાલયોને આર્થિક આધાર પર આરક્ષણ સાથે જોડાયેલ અધિસૂચના જાહેર કરી દીધી છે. જે અંતર્ગત એસસી, એસટી, ઓબીસીની સાથે સામાન્ય વર્ગના આર્થિક રીતે પછાત લોકો માટે પણ આરક્ષણનું પ્રાવધાન છે. જણાવી દઈએ કે મોદી સરકારે પોતાના પહેલા કાર્યકાળના અંતમાં સામાન્ય વર્ગના ગરીબોને 10 ટકા આરક્ષણનું પ્રાવધાન આપવા માટે મહત્વના પગલાં ઉઠાવ્યાં હતાં. જે બાદ ભાજપ શાસિત કેટલાય રાજ્યોમાં સામાન્ય વર્ગ માટે 10 ટકા આરક્ષણની વ્યવસ્થા લાગૂ કરી દેવામાં આી. આના માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ 10 ટકા વધુ સીટ પણ વધારી દીધી છે.

ASI ખુશ્બુના અંતિમ સંસ્કાર, પિતાએ કહ્યું- મેં દીકરો ગુમાવ્યો ASI ખુશ્બુના અંતિમ સંસ્કાર, પિતાએ કહ્યું- મેં દીકરો ગુમાવ્યો

English summary
After 10% reservation of poor families, the age limit is also ready to be allowed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X